જૂનાગઢ RTO દ્વારા ટુ વ્હીલર પ્રકારના વાહનોના નંબરની નવી સિરિઝ ખુલશે

જૂનાગઢ RTO દ્વારા ટુ વ્હીલર પ્રકારના વાહનોના નંબરની નવી સિરિઝ ખુલશે

જૂનાગઢ, તા.૦૮,

આર.ટી.ઓ. કચેરી, જૂનાગઢના કાર્યક્ષેત્રના તમામ વાહન માટે નોન ટ્રાન્સપોર્ટમાં  ટુ-વ્હીલર વાહનોની નવી સિરીઝ GJ-11-EA નું ઓક્શન કરવામાં આવનાર છે. આ ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન આગામી તા.૧૪-૧૦-૨૦૨૫ રોજ ૦૪:૦૦ ના શરૂ થશે અને તા.૨૪-૧૦-૨૦૨૫ ના રોજ સાંજના ૦૪:૦૦ ના બંધ થશે. પસંદગીના વાહન નંબર મેળવવા માટે ઈ-ઓકશન તા.૨૪-૧૦-૨૦૨૫ ના રોજ સાંજના ૦૪:૦૦ ના પ્રારંભ થશે અને તા.૨૬-૧૦-૨૦૨૫ ના રોજ સાંજના ૦૪:૦૦ ના પૂર્ણ થશે. જેમાં પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજીસ્ટ્રેશન કરાવીને પસંદગીના નંબર મેળવવા માટે https://fancy.parivahan.gov.in આ વેબસાઈટ ઉપર જઈને નોંધણી, યુઝર આઈ.ડી. અને પાસવર્ડ તૈયાર કરીને વાહન વ્યવહાર કમિશ્નરશ્રીની કચેરીના પરિપત્રની સૂચનાઓ મુજબ હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવાનો રેહશે. પસંદગીણો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇન વોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બેમાંથી એક જે વહેલું હોઈ તે તારીખથી સાત દિવસની અંદર રજૂ કરવાનું રહેશે. આવી અરજી, અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ જ રીતે ૬૦ દિવસમાં અરજદારશ્રી ચોઇસનો કોઇ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારશ્રીને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહીં તો તે અરજી તારીખથી ગણતા ૬૦ મા દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટરીંગ ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. જેની સામે અરજદારશ્રી કોઇ વાંધો લઇ શકશે નહીં.

અરજદારશ્રીએ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં બીડ અમાઉન્ટના નાણા જમા કરાવવાના રહેશે. અરજદારશ્રી જો આ નિયત સમય મર્યાદામાં નાણા ચૂકવવામાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ ( base price ) જપ્ત કરી, જે તે નંબરની ફરી વાર હરાજી કરવામાં આવશે. ઓનલાઇન ઈ ઓક્શન દરમિયાન અરજદારશ્રીએ RBI દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારશ્રીને રિફંડ માટેની હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી Net banking, Credit/Debit card થી ચૂકવણું કર્યું હોય તે જ mode થી નાણા અરજદારશ્રીને ખાતામાં SBI-EPay દ્વારા પરત કરવામાં આવશે. અત્રે જણાવેલ તમામ બાબતોની જૂનાગઢ જિલ્લાના લાગુ પડતા વહન ચાલકોએ ખાસ નોંધ લેવાની રહેશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.