‘તમારા પૈસા, તમારો અધિકાર’ નામનું રાષ્ટ્રીય અભીયાન  : ૩૩ લાખથી વધુ નિષ્ક્રિય બેંક ખાતાઓ સક્રીય કરવામાં આવ્યા

બેંક ખાતામાં ભુલાઈ ગયેલી ૧૦,૩૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ લોકોને મળવા લાગી

‘તમારા પૈસા, તમારો અધિકાર’ નામનું રાષ્ટ્રીય અભીયાન  : ૩૩ લાખથી વધુ નિષ્ક્રિય બેંક ખાતાઓ સક્રીય કરવામાં આવ્યા

(એજન્સી)    નવી દિલ્હી,તા.૦૬: 
ભારતમાં લાખો લોકોનાં એવાં નાણાં અનક્લેમ્ડ છે જે તેમને અથવા તેમના પરિવારોને ખબર નથી. જૂનાં બેન્ક-ખાતાંઓ, ભુલાઈ ગયેલી ફિક્સ્ડ ડિપોઝિટ (હ્લડ્ઢ), બંધ પડેલાં ખાતાંઓ, જૂની હ્લડ્ઢ, જૂના શેર અથવા મેચ્યોર થયેલી હ્લડ્ઢ સહિત નાણાકીય સંસ્થાઓ અને બેન્કોમાં કુલ ૬૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની રકમ દાવા વિના પડી રહી છે. આ એ પૈસા છે જે વર્ષો સુધી બિનઉપયોગને કારણે નિષ્ક્રિય થઈ ગયા હતા અને પછીથી અનક્લેમ્ડ વર્ગમાં ખસેડવામાં આવ્યા હતા. હવે સરકાર અને રિઝર્વ બેન્કે આ ભુલાઈ ગયેલા પૈસા એના અસલી માલિકોને પરત કરવા માટે એક વિશાળ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ શરૂ કરી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ‘એપ્રિલ ૨૦૨૨થી નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ત્રણ વર્ષમાં ૩૩ લાખથી વધુ નિષ્ક્રિય ખાતાંઓ ફરીથી સક્રિય કરવામાં આવ્યાં છે અને આ ખાતાંઓમાં ૧૦,૨૯૭ કરોડ રૂપિયાથી વધુની રકમ લોકોને પાછી આપવામાં આવી છે. આ પહેલી વાર છે જ્યારે આટલી મોટી અનક્લેમ્ડ રકમને એના સાચા માલિકોને પરત કરવામાં આવી છે.‘