ડોલર સામે રૂપિયો ઐતિહાસીક નીચલા સ્તરે પહોંચ્યો : ૯૦.૭૧ની રેકોર્ડ નીચી સપાટી બનાવી

ડોલર સામે રૂપિયો ઐતિહાસીક નીચલા સ્તરે પહોંચ્યો : ૯૦.૭૧ની રેકોર્ડ નીચી સપાટી બનાવી

(એજન્સી)             મુંબઈ તા.૧પ
વિદેશી ભંડોળના સતત વેચાણ અને વૈશ્વિક બજારોના નબળા સંકેતોને કારણે બજારમાં દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ૨૮૦ પોઈન્ટના ઘટાડા સાથે અને     નિફ્ટી ૨૫,૯૫૦ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે વધુ ગગડીને ૯૦.૭૧ની નવી રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આ ઘટાડા પાછળ આયાતકારો દ્વારા ડોલરની ભારે માંગ અને વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચવાનું કારણ હતું. નિષ્ણાતોના મતે, જો આ વલણ ચાલુ રહેશે તો આયાત મોંઘી થઈ શકે છે, જેની સીધી અસર પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડશે.