લેહમાં થયેલી ભારે હિંસાને પગલે સોનમ વાંગચૂકની ધરપકડ.
લેહમાં 24 સપ્ટેમ્બર 2025 ના રોજ થયેલી હિંસાને પગલે આજે સતત ત્રીજા દિવસે પણ કર્ફ્યું જેવી સ્થિત છે ત્યારે આ હિંસા માટે જવાબદાર ઠેરવાયેલ સોનમ વાંગચૂકની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે સરકારે અગાઉ વાંગચુકના સંગઠન ‘સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ’ નું લાઇસન્સ રદ કરેલું તેમજ આ સંસ્થાની ખાતાકીય તપાસ ચાલી રહી છે. 24 સપ્ટેમ્બરે થયેલી હિંસામાં જાનમાલના ભારે નુકસાન વચ્ચે 40 પોલીસ કર્મીઓ સહીત 80 જેટલા લોકો ઘાયલ થયેલા જયારે 4 લોકો પોલીસ અથડામણમાં માર્યા ગયા હતા.


