અયોધ્યામાં ઉત્સવ : આવતીકાલે વડાપ્રધાન મોદી રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવશે

અયોધ્યામાં ઉત્સવ : આવતીકાલે વડાપ્રધાન મોદી રામ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ ફરકાવશે

(એજન્સી)અયોધ્યા, તા. ૨૪ :
ભગવાન શ્રીરામની નગરી અયોધ્યા તેના આધુનિક ઇતિહાસમાં એક અત્યંત પ્રતીકાત્મક અને આધ્યાત્મિક ક્ષણ માટે તૈયાર છે. રામ મંદિરનું માળખું હવે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયું છે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવેલા નવા વિઝ્યુઅલ્સમાં ચમકતા સેન્ડસ્ટોન થાંભલાઓ, 
સોનાથી મઢેલા કળશનું કામ 
અને પોલિશ્ડ પાથવે જોવા મળી રહ્યા છે.
આવતીકાલે, મંગળવાર, ૨૫ નવેમ્બર, ૨૦૨૫ના રોજ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવનિમિર્ત રામ મંદિરના ૧૯૧ ફૂટ ઊંચા શિખર પર ભગવો ધ્વજ લહેરાવીને ધ્વજારોહણ સમારોહનો પ્રારંભ કરાવશે. મંદિર ટ્રસ્ટ આ ક્ષણને કરોડો ભક્તો માટે આધ્યાત્મિક રીતે ઐતિહાસિક અને પ્રતીકાત્મક રીતે ગહન ગણાવે છે.
અયોધ્યા રામ મંદિર માટે બનાવાયેલ ધર્મધ્વજ (ધજા) જન્મભૂમિ પર પહોંચી ગયો છે. આ ધજા ગુજરાતમાં અમદાવાદના ૬ કારીગરો દ્વારા ૨૫ દિવસમાં બનાવવામાં આવ્યો હતો. પીએમ મોદી ૨૫ નવેમ્બરના રોજ સમારોહ દરમિયાન રામ મંદિરના ૧૯૧ ફૂટ ઊંચા શિખર પર પ્રથમ વખત ધજા ફરકાવશે.
આવતીકાલે, વડાપ્રધાન મોદી અયોધ્યામાં આશરે ૧,૧૦૦ મીટર લાંબા રોડ શો કરશે. સાત સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોરે સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પહોંચશે. ઇજીજી વડા મોહન ભાગવત પણ આજે બપોરે અયોધ્યા આવી રહ્યા છે. કથાકાર દેવકીનંદન ઠાકુર આજે જ અયોધ્યા પહોંચી ચૂક્યા છે.
છ્જી કમાન્ડો અને ઝ્રઇઁહ્લના જવાનોએ રામ જન્મભૂમિ અને આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે. રામ મંદિર માટે પાંચ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં જીઁય્ (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ), દ્ગજીય્ કમાન્ડો અને છ્જીનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ) અને ઁછઝ્ર પણ સુરક્ષામાં સામેલ છે. યુપી પોલીસની સાથે સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સ (જીજીહ્લ) ની સંપૂર્ણ ટીમ પણ તહેનાત છે. કમાન્ડો દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.
આ સમારોહમાં રામ મંદિરના નિર્માણ માટે ૨ કરોડ રૂપિયાથી વધુનું દાન આપનારા ૧૦૦ દાતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. લખનૌ, અયોધ્યા અને આસપાસના ૨૫ જિલ્લાઓના લોકો અને ખેડૂતો પર ખાસ ધ્યાન આપવામાં 
આવ્યું છે. સમારોહમાં શંકરાચાર્યોને આમંત્રણ આપવામાં આવ્યું નથી.