આધારકાર્ડ, પાનકાર્ડ કે વોટર આઈડી ભારતીય નાગરીકતાનો પુરાવો નથી : કોલકતા હાઈકોર્ટ

આધારકાર્ડ, પાનકાર્ડ કે વોટર આઈડી ભારતીય નાગરીકતાનો પુરાવો નથી : કોલકતા હાઈકોર્ટ
AI IMAGE

(એજન્સી)       કોલકાતા,તા.૩૧:
વોટર આઈડી કાર્ડ, આધાર કે પાન કાર્ડએ કોઈ વ્યક્તિની ભારતીય નાગરિકતાનો નિર્ણાયક પુરાવો નહીં હોવાનું જણાવતાં કલકત્તા હાઈકોર્ટે અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવેલા મુશિર્દાબાદના એક શખ્સ સામેની રાજ્યની કાર્યવાહીમાં દખલ કરવાનો ઇનકાર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વોટર આઈડી, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા દસ્તાવેજો હોવા છતાં કોઈ વ્યક્તિ ભારતીય નાગરિક છે તેમ માની શકાય નહીં. સુમન મોલ્લા નામના વ્યક્તિએ પોતાના ભત્રીજા નાસિરને ડિટેન્શન કેમ્પમાંથી છોડાવવા માટે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરી હતી.