જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં તહેવારો ઉજવવા લોકોમાં ઉત્સાહ

તા.૧ લી નવેમ્બરે રવિ પુષ્યામૃત યોગ- તા. પ નવેમ્બરથી દીપાવલી પર્વની શ્રૃંખલાનો પ્રારંભ : બજારોમાં તેજી-ખરીદીનો માહોલ

જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં તહેવારો ઉજવવા લોકોમાં ઉત્સાહ

જૂનાગઢ તા. ૩૦
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-ભરમાં દીપાવલીનાં તહેવારોને  ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે અને પર્વલક્ષી ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઈ જતા બજારોમાં તેજીનો દોર શરૂ થયો છે જે છેક દીવાળી પર્વ અને ત્યારબાદ લગ્નસરાની મોસમ સુધી જળવાશે. દીવાળીનાં તહેવારો ઉજવ્યા બાદ લાભપાંચમથી ધંધા-રોજગાર પુન: શરૂ થશે અને બજારોમાં લગ્નસરાની ખરીદી મોટાપાયે થવા લાગશે.  આમ બજારોમાં ખરીદીનો માહોલ સર્જાશે અને વેપારકીઓને પણ સારી ઘરાકી નીકળશે તેવી આશાનો સંચાર થયો છે.
આગામી તા.૮ મી નવેમ્બરના રોજ પ્રકાશનાં પર્વ દીપાવલીની જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં અને દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી થશે. પર્વલક્ષી ખરીદી શરૂ થઈ ચુકી છે જેને લઈને બજારોમાં તેજી પ્રવર્તી રહી છે.
વર્તમાન સમયમાં મંદી, મોંઘવારી અને નાણાભીડનાં કપરા સમયમાં તહેવારલક્ષી ખરીદી નીકળી છે અને જેને લઈને બજારો ખાસ કરીને સાંજના સમયે ભરચકક જાેવા મળી રહી છે. આપણે ત્યાં ખાસ કરીને મકાન, દુકાન તેમજ વ્યવસાયીક પ્રતિષ્ઠાનોનો શુભારંભ વાહનોની ખરીદી, સોના ચાંદીના દાગીનાની ખરીદી તેમજ માંગલીક પ્રસંગો માટેના શુભમુહુર્તો નકકી કરાયેલા છે અને શુભ પ્રસંગો યોજવા તેમજ ખરીદી માટેનાં પણ શ્રેષ્ઠ દીવસ હોય ત્યારે સોના-ચાંદીનાં દાગીનાથી લઈ વાહન, મકાન, દુકાન સહીતનાં નવપ્રસ્થાન ખરીદી થતી રહે છે. હાલ તહેવારો નજીક આવી રહયા છે અને બજારોમાં તેજી શરૂ થઈ છે. આ દરમ્યાન આગામી તા.૧ નવેમ્બર અને રવિવારનાં દિવસે રવિપુષ્યામૃત  યોગ છે. આ દિવસે સુવર્ણ રજત અને શ્રીયંત્ર, કુબેર યંત્ર, ચોપડા ખરીદવા માટેના શ્રેષ્ઠ દિવસનાં અવસરે સાારી એવી ખરીદી નીકળશે. આ ઉપરાંત તા.પ નવેમ્બરથી દીપાવલી પર્વની શ્રૃંખલાનો પ્રારંભ થશે અને તા.૬-૧૧-ર૬ શુક્રવારના દિવસે ધનતેરસનું પર્વ હોય, ચોપડા ખરીદવા, ગાડી છોડાવવા અને લક્ષ્મી પૂજન માટેનો શ્રેષ્ઠ દિવસ નિમિત્તે પણ બજારોમાં પર્વલક્ષી ચીજવસ્તુઓની ખરીદી રહેશે. જયારે તા.૮-૧૧-ર૬ ને રવિવારનાં શુભ દિવસે દીવાળીનું પર્વ છે. અને તા.૧૦-૧૧-ર૦ર૬ મંગળવારનાં નૂતન વર્ષની ઉજવણી થશે. આમ તા.પ નવેમ્બરથી દીપાવલીનાં તહેવારોની હારમાળા શરૂ થશે. તહેવારોનાં આ દિવસોમાં મુખવાસથી લઈ અનેક પ્રકારની ચીજવસ્તુઓ મીઠાઈ, ફરસાણ, ડ્રાયફ્રુટ, સુકોમેવો સહીતની ચીજવસ્તુઓ તેમજ ફુલથી લઈ ઈલેકટ્રીક આઈટમ  સહીતના તમામ પ્રકારની ચીજવસ્તુઓની ખરીદી રહેશે. દરમ્યાન આગામી તહેવારો અને ત્યારબાદ લગ્નસરાની સીઝન શરૂ થવાની છે તેને લઈને ખરીદી શરૂ થઈ છે. તાજેતરમાં સોના-ચાંદીના ભાવોમાં ઘટાડો થવાનાં કારણે સોના-ચાંદીની બજારમાં પણ તેજીનો દોર શરૂ થયો છે.  પુષ્ય નક્ષત્ર, ધનતેરસ અને દીવાળી જેવા શુભ મુહુર્તો માટે લોક અગાઉથી જ એડવાન્સ તથા  પ્રિ-બુકીંગ કરાવી રહયા છે. જેના કારણે તમામ બજારોમાં ખરીદીનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને તા.૧ નવેમ્બર રવિવારથી તા.૮ નવેમ્બર રવિવાર સુધી બજારોમાં ભરચકક ખરીદી રહેશે. ફટાકડાથી લઈ અનેક ચીજવસ્તુઓની ખરીદી નીકળશે અને ખરીદીનું મોજુ એક અઠવાડીયા સુધી છવાયેલું રહેશે તેમ મનાઈ છે.