કેશોદના પ્રાંસલી ગામની સીમમાં જુગાર રમતા ૮ જુગારીઓને ઝડપી લેતી પોલીસ
વિસાવદરના મોટી મોણપરી ગામે ૭ શખ્સો જુગાર રમતા ઝડપાયા
જૂનાગઢ, તા.૧૮
વિસાવદરના મોટી મોણપરી ગામે ભાલગામડુ સીમમાં જુગાર રમતા ૭ શખ્સોને વિસાવદર પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે. હ
આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વિસાવદર પોલીસે મોટી મોણપરી ગામે ભાલગામડુ સીમમાં જુગાર રમતા સુરેશ ભીખુ ઝાલાવડીયા, લાલજી મોહન રાઠોડ, બુધા કાનજી સાંગાણી, રામજી રાજા ઝાલાવડીયા, જેન્તી વિરા પરમાર, સુરેશ ભીખા પરમાર, પાંચા ગગજી પરમારને રૂા.૧ર૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી છે.
કેશોદના પ્રાંસલી ગામની સીમમાં પોલીસે દરોડો પાડતા ૮ શખ્સોને રૂા.૧૩પર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ જયારે બે શખ્સો નાસી જતા પોલીસે તમામ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેશોદ પોલીસે પ્રાંસલી ગામની આઘી સીમ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા કરશન દેવા બાલસ, ભરત હરેશ બાબરીયા, રોહીત જેસીંગ બાબરીયા, રાકેશ ઉર્ફે ફન્ટુર દેવદાન ડાંગર, હર્ષદ સરમણ બારૈયા, મનોહર દિલીપ દયાતર, હરસુખ મનસુખ ચાવડા, સુનીલ માધા ચાવડાને રૂા.૧૩પર૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ જયારે લાલા અરજણ બાબરીયા અને કપીલ રમણીક ડાંગર નાસી જતા પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


