જૂનાગઢમાં સવારે ધોધમાર વરસાદ પડયો

જૂનાગઢમાં સવારે ધોધમાર વરસાદ  પડયો
Sandesh

જૂનાગઢ તા. ર
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્રભરમાં અષાઢી માહોલની માફક મેઘરાજા સટાસટી બોલાવી રહયા છે ત્યારે આજે જૂનાગઢ શહેરમાં પણ સવારનાં ધોધમાર વરસાદ પડયો હતો અને રસ્તા ઉપર પાણી વહેવા લાગ્યા હતાં. તેમજ જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદનાં અહેવાલ છે. 
ગત રવિવારથી જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘરાજાનું મુકામ રહયું છે અને વરસાદનું જાેર યથાવત છે. ગઈકાલે બપોર બાદ સતત વરસાદ રહયો હતો. આજે સવારે પુરા થતા છેલ્લા ર૪ કલાક દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં માણાવદર રર મીમી, વંથલી ૧૦ મીમી, જૂનાગઢ ૧૦ મીમી, ભેંસાણ પ૬ મીમી, વિસાવદર ૧પ મીમી, મેંદરડા ૧પ મીમી, કેશોદ ૧૭ મીમી, માંગરોળ ૧૮ મીમી, માળીયા હાટીના ૧૬ મીમી વરસાદ નોંધાયો હતો. જયારે આજે સવારે પડેલા વરસાદમાં માણાવદર ૧૭ મીમી, વંથલી પર મીમી, જૂનાગઢ ૪૧ મીમી, ભેંસાણ ૧પ મીમી, વિસાવદર ર૭ મીમી, મેંદરડા ૪૬ મીમી, કેશોદ ર૧ મીમી, માંગરોળ ૧૦ મીમી, માળીયા ૩૩ મીમી વરસાદ નોંધાયો છે.