ગુરૂવારથી ગિરનારમાં કાશ્મીરી બાપુનાં આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત કથા અમૃતઘારાનો પ્રારંભ
પ્રકૃતિ અને ઈશ્વરનો જ્યાં સાક્ષાત્કાર જાેવા મળે છે એવા આમકુ બીટમાં દિવ્ય -ભાવ કથાનું શ્રવણ અધ્યાત્મ ચેતના બનશે : વ્યાસપીઠ પર આચાર્ય શ્રી ડો. નિકુંજ મહારાજ ત્રિવેદી ભાગવત કથાનું રસપાન કરાવશે
જૂનાગઢ તા. ૪
કારતક વદ એકમ ૬-૧૧-૨૦૨૫- ગુરૂવારથી તિર્થભુમિ ગિરનાર ક્ષેત્રમાં દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત અમૃતઘારા કથાનો પ્રારંભ થશે ગિરનાર તળેટીથી બે કિમી આમકુ બીટમાં વષૉ પહેલા કૈલાસવાસી સંત શિરોમણી કૈલાસવાસી ગુરૂ મહારાજ કાશ્મીરી બાપુ એ અલખ જ્યોત જગાવી ગિરનાર તીર્થસ્થળમા દાતારેશ્વર મહાદેવના સાનિધ્યમાં પોતાની વ્યક્તિગત અનન્ય અઘ્યાત્મ નાં દશૅન કરાવ્યા હતા આજેય જગ્યામાં કાશ્મીરી બાપુની ચેતનાની ઉજૉઓ ભાવિક ભક્તો અનુભૂતિ કરી રહ્યા છે મંહતશ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજીએ પણ કાશ્મીરી બાપુના તેજપુંજને આગળ ધપાવી પ્રક્રુતિની ગોદમાં અવિરત અન્નક્ષેત્ર કાયાર્ન્વિત કરી શ્રી દાતારેશ્વર મહાદેવ જગ્યાની મહત્તા વઘારી રહ્યા છે તેમ જણાવી મંહતશ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજી એ સમગ્ર જીવ સૃષ્ટિનાં કલ્યાણ માટે પાવન કારતક વદ એકમથી તારીખ ૬-૧૧-૨૦૨૫- ગુરૂવાર થી ૧૨-૧૧-૨૦૨૫ બુધવાર સુધી સાત દિવસીય શ્રીમદ્ ભાગવત કથાના આયોજનમાં સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ દરમિયાન કથાશ્રવણ કરવા ભાવિકભકતો ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. સવારે ચા પાણી નાસ્તો તથા બપોરે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. વ્યાસપીઠ પર આચાર્ય શ્રી ડો. નિકુંજ મહારાજ ત્રિવેદી (ભાદરવા ગુરૂ આશ્રમ) કથાઅમુત રસપાન કરાવશે મર્હિષ વેદવ્યાસ રચિત દ્રારા પુરાણોમાં સૌથી મોખરે શ્રીમદ્ ભાગવતપુરાણ છે જેમાં નો મહિમા અને ભક્તિ ઉપરાંત ૧૮ હજાર શ્લોકનાં કલ્યાણકારી મહિમા ઉપાસના રહસ્ય અને પુજા પઘ્ધતિનો નિદૅશ કયૉ છે ગિરનારની પાવન તીર્થ ભૂમિમાં પ્રક્રુતિ વચ્ચે ઈશ્વર તરફનો એકાકાર કરવાનો આ આસ્વાદ ચુકવા જેવો નથી સૌ જીજ્ઞાસાઓને કથા શ્રવણ કરવા માટે મંહતશ્રી ૧૦૦૮ નર્મદાપુરી માતાજી તથા સેવકગણ દ્રારા ભાવિક ભક્તોને લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.


