જૂનાગઢ જિલ્લામાંથી નશાખોરીનાં દુષણને ડામવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

જીલ્લા પોલીસતંત્રને આવેદન દ્વારા દારૂના દુષણને નાથવા કડક કાર્યવાહી માટે રજુઆત કરાઈ

જૂનાગઢ જિલ્લામાંથી નશાખોરીનાં દુષણને ડામવા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું

જૂનાગઢ તા. ર૮
જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ જાેષી તેમજ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરત અમીપરાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જીલ્લામાંથી નશાખોરીનાં દુષણને નાથવા માટે જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્રને એક આવેદનપત્ર પાઠવી અસરકારક રજુઆત કરવામાં આવી હતી. આ તકે કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા દ્વારા જનસંપર્ક યાત્રા યોજાઈ હતી. યાત્રા દરમ્યાન દારૂ, ડ્રગ્સનાં દુષણને નાથવા મહિલાઓ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આ રજુઆતને પગલે કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીને પક્ષ દ્વારા નશાખોરી વિરૂધ્ધ પગલા લેવા થરાદ મોકલેલ અને ત્યાં જીજ્ઞેશભાઈ દ્વારા આ દુષણને નાથવા કડક કાર્યવાહી કરવા પોલીસ ખાતાને સુચના આપેલ પરંતુ સરકાર દ્વારા આ મુદાથી લોકોનું ધ્યાન બીજે દોરવા અને કમજાેરી છુપાવવા અધિકારીઓને આગળ કરી જીજ્ઞેશભાઈ વિરૂધ્ધ લડાઈ ડાયવર્ટ કરાવાની ચેષ્ટાનો વિરોધ કરવામાં આવ્યો છે તેમજ પક્ષ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા શરૂ કરવામાં આવેલ નશાખોરી વિરૂધ્ધ અભિયાનને સમર્થન આપવા માટે નશાખોરી દુષણને જૂનાગઢ જીલ્લામાંથી નાથવા માટે જીલ્લા પોલીસ તંત્રને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.