જૂનાગઢનાં ગિરનાર પર્વત પર ૭.૮ ડીગ્રી ઠંડી

જૂનાગઢનાં ગિરનાર પર્વત પર ૭.૮ ડીગ્રી ઠંડી

જૂનાગઢ તા. ૧૮
જૂનાગઢ સહિત સોરઠભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. જૂનાગઢ સહીત સોરઠ પંથકમાં ઠંડીની તીવ્રતામાં વધારો થઈ રહયો છે. આજે સવારે  છેલ્લા બે દિવસથી તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને આજે લઘુતમ તાપમાન વધુ નીચે ઉતરી ગયું હતું તેના પરિણામે લોકોએ તીવ્ર ઠંડી અનુભવી હતી. આજે સવારે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો નીચે ઉતરીને ૭.૮ ડિગ્રીએ સ્થિનર થયો હતો. જેના પરિણામે સમગ્ર પર્વતીય વિસ્તાોરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યુંગ હતું. જૂનાગઢ શહેરમાં સવારે ૧૧.૮ ડિગ્રી ઠંડી રહેતા જનજીવનને અસર થઈ હતી. સવારે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૮ ટકા રહેવાથી ઠંડી વધુ તીવ્ર બની હતી. બીજી તરફ આજે સવારે પવનની ઝડપ વધીને ૨.૮ કિલોમીટરની થઈ જતા વાતાવરણ ટાઢુંબોળ થઈ ગયું હતું.