જૂનાગઢને સંશોધન ક્ષેત્રે ફરી અગ્રેસર કરતી ડો. સુભાષ યુનિવસિર્ટી
(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.૧૮
ડો. સુભાષ યુનિવસિર્ટી દ્વારા “Fostering Inter-University Collabroative Research in Emerging Areas” વિષય પર એક મહત્વપૂર્ણ આંતર-વિશ્વવિદ્યાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તામિલનાડુ ઓપન યુનિવસિર્ટીના માનનીય વાઈસ ચાન્સેલર પ્રોફ. એસ. અરૂમુગમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ ડો. સુભાષ યુનિવસિર્ટી ખાતે યોજાયો હતો, જેમાં વિવિધ સ્કૂલોના સંશોધનકર્તાઓએ ભાગ લીધો હતો. બેઠક દરમિયાન પ્રોફ. અરુમુગમે ઊભરતા સંશોધન ક્ષેત્રો, ઇન્ટરડિસિપ્લિનરી સહકાર, સંયુક્ત સંશોધન પ્રસ્તાવો, રિસોર્સ શેરિંગ તથા ફેકલ્ટી-વિદ્યાર્થી વિનિમય જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે માર્ગદર્શન આપ્યું. યુનિવસિર્ટીઓ વચ્ચેના સંયુક્ત પ્રયત્નો ગુણાત્મક સંશોધનને પ્રોત્સાહન આપશે તેવું તેમણે જણાવ્યું હતું. પ્રોફ. અરૂમુગમે એડવાન્સ્ડ હાઈ-પ્રેશર લેબોરેટરીની સ્થાપના અને તેની કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને, ડો. સુભાષ યુનિવસિર્ટી અને તામિલનાડુ ઓપન યુનિવસિર્ટીના સહયોગથી નવા સંશોધન પ્રકલ્પોની પણ રૂપરેખા રજૂ કરી. યુનિવસિર્ટીના રજીસ્ટ્રાર ડો. જીગ્નેશ પટેલે જણાવ્યું કે આવા સંવાદો ઉચ્ચ શિક્ષણમાં સંશોધન સહયોગને નવી દિશા આપશે અને વિદ્યાર્થીઓ તથા સંશોધકો માટે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી તકાઓ ઊભી કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. સુભાષ યુનિવસિર્ટીના પ્રેસિડેન્ટ રાજભાઈ ચાવડા તેમજ પ્રો-વોસ્ટ ડો. દિપક પટેલ સાહેબે સ્કૂલ ઓફ સાયન્સના ફેકલ્ટીને અભિનંદન પાઠવ્યા હતા.


