“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ખોવાયેલ સમાન પરત કરતી જુનાગઢ નેત્રમ શાખા

૧૪ અરજદારોના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, ઠાકોરજીની મુર્તી તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૭૬,૫૦૦/- નો મુદ્દામાલ મૂળ માલીકને કરાયા પરત

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અરજદારોને ખોવાયેલ સમાન પરત કરતી જુનાગઢ નેત્રમ શાખા

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા જૂનાગઢ જિલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.

જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંત જ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે

જૂનાગઢ ડી.વાય.એસ.પી. મુખ્ય મથક શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પ્રતિક મશરૂના સીધા સુપરવિઝનમાં નેત્રમ શાખાના પી.એસ.આઇ. એચ.પી.મકવાણા તેમજ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ૧૪ અરજદારોના અલગ-અલગ વિસ્તરોમાં ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ, ઠાકોરજીની મુર્તી તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૭૬,૫૦૦/- નો મુદામાલ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV  કેમેરાની મદદથી શોધી મૂળ માલીકને તાત્કાલીક પરત અપાવી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV નો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી
●અરજદાર જયાબેન પ્રતાપભાઇ રાઠોડનું ૯,૦૦૦/- રોકડ રકમ સહિતનું ખોવાયેલ પાકીટ
●અરજદાર જશવંતીબેન હસમુખભાઇ કારીયાની ખોવાયેલ ઠાકોરજીની મૂર્તિ
●અરજદાર ગોપાલભાઇ જગદીશભાઇ ગોહેલનો રૂ. ૩૦,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Vivo કંપનીનો મોબાઇલ ફોન
●અરજદાર વિજ્યાબેન ધનસુખભાઇ ડોબરીયાનો રૂ. ૧૦,૫૦૦/- ની કિંમતનો ખોવાયેલ OPPO કંપનીનો મોબાઇલ ફોન 
●સરદાર સર્કલ પાસે આવેલ ATM માંથી ૧૦,૦૦૦/- રોકડ રકમ મળી આવતા નેત્રમ શાખાએ તાત્કાલીક મૂળ માલીકને જાણ કરી રોકડ રકમ સામેથી બોલાવી પરત અપાવેલ
●અરજદાર હિરેનભાઇ મનીષભાઇ તુંબડીયાનો રૂ. ૩,૫૦૦/- ની કિંમતનો ખોવાયેલ ટ્રકનો સેલ્ફ
●અરજદાર શાબેરાબેન જમાલભાઇ ઘુમલીયાની રૂ. ૩,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી
●અરજદાર ઠેબા હનીફભાઇ આમીનભાઇનો રૂ. ૨,૦૦૦/- ની કિંમતનો ખોવાયેલ Realme કંપનીનો C11 મોબાઈલ ફોન
●અરજદાર મહેન્દ્રભાઇ જોટાણીયાનો રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનનો ખોવાયેલ થેલો
●અરજદાર ભારતીબેન અર્જુનભાઇ ઓડેદરાની રૂ. ૨,૦૦૦/- ની કિંમતના સામાનની ખોવાયેલ થેલી
●અરજદાર મેણંદભાઇ શાર્દુલભાઇ ડાંગરનો રૂ. ૨,૦૦૦/- ની કિંમતનો સામાનનો ખોવાયેલ થેલો
●અરજદાર કિરણભાઇ મુરલીધરભાઇ લોહાકરેનો રૂ. ૧,૫૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ
●અરજદાર આંબલીયા હીરુબેન ભીમશીભાઇનો રૂ. ૧,૦૦૦/- ની કિંમતના સામાનનું ખોવાયેલ બેગ
●અરજદાર જયેશભાઇ મગનભાઇ સવસાણીની ખોવાયેલ ઘરની ચાવી

શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવીત થઇ ગયેલ અને ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ, ઠાકોરજીની મુર્તી તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૭૬,૫૦૦/- નો સામાન પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી તેમના ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ, ઠાકોરજીની મુર્તી તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૭૬,૫૦૦/- નો મુદામાલ શોધી પરત આપતા તમામ અરજદારશ્રીઓએ જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. અને “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલ મોબાઇલ ફોન નંગ-૩, રોકડ રકમ, ઠાકોરજીની મુર્તી તથા અન્ય કિંમતી સામાન મળી કુલ કિંમત રૂ. ૭૬,૫૦૦/- નો મુદામાલ પરત કરેલ હતો.

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામ:-
નેત્રમ શાખાના સુપરવીઝન અધિકારી પી.એસ.આઇ. શ્રી પ્રતિક મશરૂ, પી.એસ.આઇ. શ્રી એચ.પી.મકવાણા, એ.એસ.આઇ વર્ષાબેન વઘાસીયા, હેડ. કોન્સ. રામસિંહભાઇ ડોડીયા, વિક્રમભાઇ જીલડીયા, અશોકભાઇ વઘેરા, નરેન્દ્રભાઇ દયાતર, રૂપલબેન છૈયા, મિતલબેન ડાંગર, ભાવીશાબેન સીસોદીયા, શિલ્પાબેન કટારીયા, અંજનાબેન ચવાણ, એન્જીનીયર મસઉદઅલીખાન પઠાણ