આજ સવારનો કરૂણ બનાવ માંગરોળ મિલ્લતનગરમાં વિજ શોક લાગતા ૧૭ વર્ષીય કિશોરનું મૃત્યું
ટેબલ પંખો ચાલું કરવા જતા વિજ શોક લાગ્યો
માંગરોળ તા. ૧૧
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મિલ્લતનગરમા રહેતા ઈકબાલભાઈ ચાંદાના સૂપૂત્ર હાફીઝ તબરેઝને આજે સવારે વિજ શોક લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી પ્રાથમિક માહિતી એવી છે કે મિલ્લત નગરમાં રહેતા ઈકબાલભાઈ ચાંદા ના ૧૭ વર્ષીય સુપૂત્ર હાફીઝ તબરેઝ આજે વહેલી સવારે ફજરની નમાઝ અદા કરી પોતાનાં મામુલાત પૂરા કરી ૭ વાગ્યની આસપાસ પોતાના રૂમમાં ગયેલા. જ્યા ટેબલ ફેન ચાલુ કરવા જતા વિજ શોક લાગ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક ધોરણે માંગરોળની શિફા હોસ્પિટલમાં લઈને દોડી ગયા હતા. પરંતુ ત્યા સુધી મા કીશોરે દમ તોડી દિધો હતો. જ્યાંથી પીએમ માટે માંગરોળની સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી લાવવામાં આવેલ. ઘટનાની જાણ થતાં માંગરોળ ઘાંચી સમાજના પ્રમુખ હાજી મુહમ્મદ હાજીઅબ્બા, બૈતુલમાલ ફંડના પ્રમુખ હનીફભાઈ પટેલ સહિતના આગેવાનો સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. આ બાબતે માંગરોળ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પરિવારના ૧૭ વર્ષીય સોહામણા દિકરાનું અચાનક મોત થતા પરિવારજનો માથે આભ તૂટી પડયુ. હાફીઝ તબરેઝ હાલમાજ ર્કૂઆન કંઠસ્થ કરીને હાફીઝ થયા હતા. તેમની સગાઈ પણ થઈ ચૂકી હતી. ટૂક સમયમાં જ મોટા ભાઈના લગ્ન પણ થવાના હતા. ત્યારે આવા ખૂશીના સમયે પરિવાર માથે અચાનક દુ:ખના પહાડ તૂટી પડતાં ભારે ગમગીની છવાઈ છે.


