રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા : આજે બપોરે ૩.૩૦ કલાકે વડાપ્રધાન મોદી સાથે શીખર મંત્રણા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દિલ્હી પહોંચ્યા : આજે બપોરે ૩.૩૦ કલાકે વડાપ્રધાન મોદી સાથે શીખર મંત્રણા

નવી દિલ્હી,તા.૧૧:
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન BRICS Summit 2026માં ભાગ લેવા માટે ભારત પહોંચી ગયા છે. પુતિન શુક્રવારે દિલ્હીના પાલમ એરફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. ભારત પહોંચવા પર વિદેશ રાજ્યમંત્રી કીતિર્ક વર્ધન સિહે તેમનું સ્વાગત કર્યું હતું. પુતિનના પ્રવાસને લઇને રાજધાની દિલ્હીમાં સુરક્ષાની સખત વ્યવસ્થા કરવામા આવી છે. તેઓ BRICS Summitમાં ભાગ લેવાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરશે. બન્ને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દા પર વાતચીત થશે. છેલ્લા ૯ મહિનામાં પુતીનનો આ બીજો ભારત પ્રવાસ છે.  આની પહેલા તેઓ ૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ભારત આવ્યા હતા. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતીન વચ્ચે ૩.૩૦ વાગ્યે સૌ પ્રથમ દ્વિપક્ષી શિખર બેઠક યોજાશે. એક તરફ ઈરાન યુધ્ધ અને બીજી તરફ યુક્રેન સંઘર્ષ તેમજ બદલાતા જતા વૈશ્વિક પરિબળો વચ્ચે બન્ને રાષ્ટ્રવડાઓની મુલાકાત મહત્વની બની રહેશે. 
આજે બપોરે ૩-૩૦ કલાકે પ્રથમ બેઠક બન્ને રાષ્ટ્રવડાઓ વચ્ચે યોજાશે, અને સાંજે ૬-૩૦ કલાકે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વડાપ્રધાન મોદીની બેઠક નિશ્ચિત છે.