અખાતમાં ભીષણ યુધ્ધની શકયતા : ટ્રમ્પનો આદેશ મળતા અમેરીકાનું સૈન્ય ઈરાન પર તુટી પડવા તૈયાર

અખાતમાં ભીષણ યુધ્ધની શકયતા : ટ્રમ્પનો આદેશ મળતા અમેરીકાનું સૈન્ય ઈરાન પર તુટી પડવા તૈયાર

વોશીંગ્ટન તા.૨૭:
અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર મોટા યુદ્ધમાં ફેરવાઈ શકે છે. અહેવાલ મુજબ, પશ્ચિમ એશિયામાં તહેનાત અમેરિકી સેના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આદેશ મળ્યાના ૯૬ કલાકની અંદર ઈરાન વિરુદ્ધ નવું અને મોટું સૈન્ય અભિયાન શરૂ કરવાની તૈયારી કરી રહી છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંભવિત કાર્યવાહી માટે આ વિસ્તારમાં પૂરતી સૈન્ય તાકાત પહેલેથી જ હાજર છે. જોકે, ટ્રમ્પે હજુ સુધી અંતિમ ર્નિણય લીધો નથી અને વ્હાઇટ હાઉસે પણ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ અને પેન્ટાગોને સંભવિત નિશાનની લાંબી યાદી તૈયાર કરી છે, જેમાં ઈરાનનું ઊર્જા માળખું, સૈન્ય મથકો અને પરમાણુ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ઈરાની સેના હવે અમેરિકાની સૈન્ય વ્યૂહરચના અને હુમલાની પદ્ધતિઓને પહેલાં કરતાં વધુ સારી રીતે સમજે છે. આવી સ્થિતિમાં અમેરિકા માટે તમામ નિશાન પર અસરકારક રીતે હુમલો કરવો સરળ નહીં હોય.