વિશ્વમાં તબીબોની ભારે અછત સર્જાશે : WHOએ ચેતવણી આપી

વિશ્વમાં તબીબોની ભારે અછત સર્જાશે : WHOએ ચેતવણી આપી

જીનીવા તા.૨૧
દુનિયાભરમાં તબીબો તથા આરોગ્ય કર્મચારીઓની અછત મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. ૨૦૩૦ સુધીમાં વિશ્વભરમાં ૧.૧ કરોડ આરોગ્ય ક્ર્મીની અછત સર્જાવાનું ચેતવણીમાં જણાવાયું છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દુનીયાભરમાં દર ચારમાંથી એક ડોકટર નિવૃતિની ઉંમરના આરે છે અને આવતા દાયકામાં નિવૃત થશે. સમયસર ભગલા ભરવામાં નહીં આવે તો આરોગ્ય ક્ષેત્રે મોટુ સંકટ સર્જાય શકે છે.‘નેશનલ હેલ્થ વર્કફોર્સ એકાઉન્ટસ ૨૦૨૬‘ ના રીપોર્ટ પ્રમાણે ભારત સહિત દુનિયાના ૧૨૨ દેશોમાં સરેરાશ ૨૫ ટકા ડોકટર્સની ઉંમર ૫૫ વર્ષથી વધુ છે. અર્થાત ચારમાંથી એક ડોકટર નિવૃતિની નજીક છે અને આવતા ૧૦ વર્ષમાં રિટાયર થઈ જશે.