અમેરીકામાં પહેલા નોરતે હિન્દુઓની હત્યા કરવાનો પ્લાન નિષ્ફળ

હુમલાખોરની રાઈફલ જામ થઈ અને અનેક હિન્દુઓના જીવ બચી ગયા

અમેરીકામાં પહેલા નોરતે હિન્દુઓની હત્યા કરવાનો પ્લાન નિષ્ફળ

(બ્યુરો)          ઈલીનોઈશ તા.૧પ
અમેરિકાના ઇલિનોયમાં ૧૯ વર્ષનો એક યુવક હિંદુ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. રિપોર્ટ મુજબ, યુવક ભારતીય મૂળના લોકો પ્રત્યે નફરત ધરાવતો હતો. તેના ઘરેથી રાઇફલ, ભરેલી અનેક મેગેઝિન અને ગોળીઓ મળી આવી છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
આરોપીનું નામ અલેક્ઝાન્ડ્રોસ પાપોરાકિસ છે. પોલીસના જણાવ્યા મુજબ, ૧૧ ઓક્ટોબરે માઉન્ટ પ્રોસ્પેક્ટ પોલીસને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેને પાપોરાકિસના કેટલાક મેસેજ મળ્યા છે. આ મેસેજ સાથે એક દસ્તાવેજ પણ હતો, જેમાં હિંદુ મંદિરમાં ગોળીબાર કરવાની કથિત યોજનાનો ઉલ્લેખ હતો.
તે પછી બંને સ્થળોની પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે પાપોરાકિસને તેના ઘરેથી બહાર નીકળતી વખતે પકડી લીધો. ત્યાર બાદ તેના ઘરની તપાસ કરવામાં આવી. તેના ઘરમાંથી મળેલા એક જેકેટ પર એવું નિશાન પણ હતું, જે એવા ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલું છે જેઓ શ્વેત જાતિને અન્ય લોકો કરતા શ્રેષ્ઠ માને છે.