આજે નાગપુરમાં કોકરોચ પાર્ટીનું પ્રદર્શન : દીપકેનો ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ

આજે નાગપુરમાં કોકરોચ પાર્ટીનું પ્રદર્શન : દીપકેનો ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ

(એજન્સી)           નાગપુર તા.ર૬
કોકરોચ જનતા પાર્ટી (CJP) ગુરુવારે નાગપુરમાં સેવ ડેમોક્રસી, સેવ કોન્સ્ટિટ્યુશન કાર્યક્રમ યોજશે. આ પ્રદર્શન અને જનસભા સાંજે ૪ વાગ્યે બંધારણ ચોક ખાતે યોજાશે.
આ પહેલાં CJPના સ્થાપક અભિજીત દીપકેએ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણીમાં ગોટાળાનો આરોપ લગાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર પીએમ મોદીને લગતી સામગ્રીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જ્યારે અન્ય રાજકીય પોસ્ટને દબાવવામાં આવી રહી છે.
દીપકેએ દાવો કર્યો કે જાન્યુઆરીથી જૂન વચ્ચે ઇન્સ્ટાગ્રામ પરથી ૫૦ લાખથી વધુ પોસ્ટ દૂર કરવામાં આવી. વિરોધ નોંધાવવા માટે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીની તસવીર લગાવી અને મોદી ચાલીસા પણ વગાડ્યા.
CJPના સ્થાપક અભિજિત દીપકેએ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલો ઉઠાવ્યા. તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણીઓમાં ગેરરીતિઓ થઈ રહી છે અને ચૂંટણીઓ માત્ર ઔપચારિકતા બનીને રહી ગઈ છે.  તેમણે કહ્યું કે દેશ બંધારણ અને ડૉ. ભીમરાવ આંબેડકરના વિચારો અનુસાર ચાલવો જોઈએ. દીપકેના જણાવ્યા અનુસાર, CJP કોઈ રાજકીય પક્ષનું સમર્થન કરતી નથી અને ન તો પક્ષ બનાવવાની યોજના ધરાવે છે.