હેકર્સે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA પર સાયબર હુમલો કર્યો

હેકર્સે અમેરિકાની ગુપ્તચર એજન્સી CIA પર સાયબર હુમલો કર્યો

(એજન્સી)      વોશીંગ્ટન તા.૨૫:
અમેરિકામાં સરકારી વિભાગો પર સતત સાયબર હુમલા થઈ રહ્યા છે. FBI અને કૃષિ વિભાગ પર સાયબર હુમલાના સમાચાર તાજેતરમાં સામે આવ્યા હતા. હવે હેકર્સે સીધી અમેરિકાની ગુપ્તચર એજન્સી CIAની એક સિસ્ટમમાં ઘૂસણખોરી કરી છે. સરખામણી કરીને સમજીએ તો ભારતમાં જેવી રો (RAW) છે, તેવી જ અમેરિકામાં CIA છે. CIAની જે સિસ્ટમ પર હુમલો થયો છે, તેમાં સોશિયલ મીડિયા પોસ્ટ, સેટેલાઇટ તસવીરો અને ઇન્ટરનેટ પર પહેલેથી ઉપલબ્ધ અન્ય માહિતીઓ એકઠી કરવામાં આવતી હતી. આ માહિતીનો ઉપયોગ દુનિયાના અલગ-અલગ ભાગોમાં સંભવિત જોખમો સમજવા અને ગુપ્તચર એજન્સીઓને મદદ કરવા માટે કરવામાં આવતો હતો. આ સાયબર હુમલાની અસર અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટરની ઓફિસ (ODNI) પર પણ પડી છે.