માંજલપુરના પગપાળા યાત્રા સંઘ દ્વારા દ્વારકાધીશને ૫૦ ગ્રામનું સુવર્ણ સિરપેચ અર્પણ
(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.રપ
દેવ દિવાળીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી દ્વારકાધીશ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે માંજલપુર (વડોદરા)ના શ્રી દ્વારકા પગપાળા યાત્રા સંઘ દ્વારા સોમવારે કાળિયા ઠાકોરના ચરણોમાં સોનાનું સુંદર સિરપેચ અર્પણ કરવામાં આવ્યું હતું. શ્રીજીના વૈષ્ણવ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવેલા આ સુવર્ણ સિરપેચનું વજન અંદાજે ૫૦ ગ્રામ હોવાનું જાણવા મળ્યું છે. દેવ દિવાળીના પવિત્ર અવસરે ભક્ત દ્વારા ભગવાન દ્વારકાધીશને ધરવામાં આવેલી આ સુવર્ણ ભેટ ભક્તની અતૂટ શ્રદ્ધા, આસ્થા અને સમર્પણનું પ્રતીક બની હતી. આ પ્રસંગે યાત્રા સંઘના સભ્યોમાં પણ આનંદ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.


