પાંચ દિવસીય તુલસી વિવાહ મહોત્સવ અને બ્રહ્માજીની રથયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન

પાંચ દિવસીય તુલસી વિવાહ મહોત્સવ અને બ્રહ્માજીની રથયાત્રા ભક્તિભાવપૂર્વક સંપન્ન

(રાકેશ પરડવા દ્વારા)
સોમનાથ તા.૨૫
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન સાનિધ્ય ભૂમિ પ્રભાસ તીર્થ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ દિવસીય તુલસી વિવાહ મહોત્સવ તથા કાતિર્કી પૂણિર્માના પાવન અવસરે યોજાયેલી બ્રહ્માજીની ભવ્ય રથયાત્રા ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. પાંચ દિવસ સુધી ચાલેલા આ ધામિર્ક મહોત્સવમાં દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ સહિત સ્થાનિક નગરજનોએ મોટી સંખ્યામાં સહભાગી બની ધર્મ અને સંસ્કૃતિના અનોખા સંગમનો અનુભવ કર્યો હતો.
મહોત્સવના ભાગરૂપે ગોલોકધામ તીર્થ ખાતે ભગવાન શ્રીવિષ્ણુ અને વૃંદાદેવીના વિવાહ પ્રસંગની શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પારંપરિક લગ્નગીતો, ધામિર્ક અનુષ્ઠાનો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભક્તિ સંગીત અને ધામિર્ક વાતાવરણ વચ્ચે યોજાયેલા આ ઉત્સવે સનાતન ધર્મની પ્રાચીન વિવાહ પરંપરાઓની ઝાંખી કરાવી હતી.
દરમિયાન, કાતિર્કી પૂણિર્માના પવિત્ર દિવસે પ્રભાસ તીર્થમાં વિશેષ આકર્ષણરૂપ બ્રહ્માજીની ભવ્ય રથયાત્રા યોજાઈ હતી. સ્કંદ પુરાણમાં વર્ણવાયેલી પરંપરા અનુસાર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિધિવત પૂજન-અર્ચન અને ધામિર્ક વિધિઓ સાથે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન થકી પ્રભાસ તીર્થની પુરાણોક્ત અને પ્રાચીન ધામિર્ક પરંપરાને પુન:જીવિત કરવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે.
ધામિર્ક માન્યતા અનુસાર બ્રહ્માજીની આ પવિત્ર રથયાત્રામાં જોડાવાથી અશ્વમેઘ યજ્ઞ સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે. જેના કારણે રથયાત્રામાં જોડાવા માટે શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રા દરમિયાન ભક્તિભાવ, ધામિર્ક શ્રદ્ધા અને જયઘોષથી સમગ્ર પ્રભાસ તીર્થનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ પાંચ દિવસીય મહોત્સવે માત્ર ધામિર્ક ઉત્સવ પૂરતો સીમિત ન રહેતાં પ્રભાસ તીર્થની ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાનું કાર્ય કર્યું હતું. પ્રાચીન શાસ્ત્રોક્ત પરંપરાઓને વર્તમાન પેઢી સુધી પહોંચાડવા અને ભાવિકોને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનો આ પ્રયાસ શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની રહ્યો હતો.