કાતિર્કી પૂણિર્માએ સોમનાથમાં ચંદ્રદેવની મહાદેવ પર અમૃતવર્ષા!

મધ્યરાત્રિના ૧૨ વાગ્યે મંદિરના શિખરની સીધી રેખામાં પૂર્ણ ચંદ્રના અલૌકિક દર્શન; મહાઆરતી અને ચંદ્રદર્શનના દિવ્ય સંયોગના સાક્ષી બનતા શ્રદ્ધાળુઓ

કાતિર્કી પૂણિર્માએ સોમનાથમાં ચંદ્રદેવની મહાદેવ પર અમૃતવર્ષા!

(રાકેશ પરડવા દ્વારા)
સોમનાથ તા.૨૫
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની પાવન ભૂમિ પ્રભાસ તીર્થમાં કાતિર્કી પૂણિર્માના પવિત્ર પર્વે પ્રકૃતિ અને પરમાત્માના અદ્ભુત આધ્યાત્મિક સંયોગનાં દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મધ્યરાત્રિએ સર્જાયેલા આ અલૌકિક નજારાએ સમગ્ર સોમનાથ મંદિર પરિસરને ભક્તિમય બનાવી દીધું હતું.
કાતિર્કી પૂણિર્માની મધ્યરાત્રિએ બરાબર ૧૨ વાગ્યે આકાશમાં પૂર્ણ ચંદ્રદેવ શ્રી સોમનાથ મંદિરના શિખરની સીધી રેખામાં આવી પહોંચ્યા હતા. જાણે ચંદ્રદેવ પોતાના આરાધ્ય ભગવાન સોમનાથ મહાદેવના જ્યોતિર્લિંગ પર અમૃતવર્ષા કરી રહ્યા હોય તેવો અદ્ભુત નજારો સર્જાયો હતો. આ દિવ્ય ક્ષણને નિહાળવા મંદિર પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયા હતા.
સોમનાથ મહાદેવ અને ચંદ્રદેવ વચ્ચેનો પૌરાણિક સંબંધ કાતિર્કી પૂણિર્માના પર્વને સોમનાથ તીર્થમાં વિશેષ ધામિર્ક મહત્ત્વ આપે છે. પૌરાણિક માન્યતા અનુસાર ચંદ્રદેવે ભગવાન શિવની આરાધના અને તપશ્ચર્યા કરી હતી. ચંદ્રદેવની આ તપોભૂમિ સાથે જોડાયેલી પરંપરાને કારણે જ આ ક્ષેત્ર પ્રભાસ તીર્થ અને ભગવાન શિવ સોમનાથ તરીકે ઓળખાય છે. આથી કાતિર્કી પૂણિર્માની મધ્યરાત્રિએ પૂર્ણ ચંદ્રના દર્શન ભક્તો માટે વિશેષ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બન્યા હતા.
આ પ્રસંગે મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે શ્રી સોમનાથ મહાદેવની ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. મંત્રોચ્ચાર, શંખનાદ અને ઘંટારવના દિવ્ય નાદ વચ્ચે મહાઆરતીના દર્શન કરી ભાવિકોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. એક તરફ ભગવાન સોમનાથની ભવ્ય મહાઆરતી અને બીજી તરફ મંદિરના શિખરની સીધી રેખામાં પૂર્ણ ચંદ્રદેવના દર્શનનો અદ્ભુત સંયોગ શ્રદ્ધાળુઓ માટે યાદગાર બની રહ્યો હતો. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કાતિર્કી પૂણિર્મા નિમિત્તે આયોજિત પાંચ દિવસીય ધામિર્ક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં આ ચંદ્રદર્શનનો નજારો વિશેષ આકર્ષણ બન્યો હતો. સમગ્ર પ્રભાસ તીર્થમાં હર હર મહાદેવ અને જય સોમનાથના ગગનભેદી જયઘોષ સાથે ભક્તિમય માહોલ છવાયો હતો. આમ, કાતિર્કી પૂણિર્માની મધ્યરાત્રિએ સોમનાથમાં મહાઆરતી, પૂર્ણ ચંદ્રદર્શન અને અમૃતવર્ષાના આધ્યાત્મિક સંયોગે ભક્તોના હૃદયમાં અવિસ્મરણીય સ્મૃતિ અંકિત કરી હતી.

કાતિર્કી પૂણિર્માની મધ્યરાત્રિએ સોમનાથ મંદિરના શિખર બરાબર ચંદ્રનું આવવું એ પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની ચોક્કસ ભૌમિતિક સ્થિતિ અને પ્રાચીન સ્થાપત્ય શાસ્ત્રના અદભૂત સમન્વયનું પરિણામ છે. આ ખગોળીય ઘટના પાછળના મુખ્ય વૈજ્ઞાનિક કારણો નીચે મુજબ છે:
• પૂણિર્મા અને ચંદ્રની સ્થિતિ: પૂણિર્માના દિવસે પૃથ્વી બરાબર સૂર્ય અને ચંદ્રની વચ્ચે હોય છે. આ દિવસે સૂર્ય જે સમયે પશ્ચિમમાં આથમે છે, લગભગ તે જ સમયે પૂર્ણ ચંદ્ર પૂર્વમાં ઉગે છે.
• મધ્યરાત્રિનો સમય (૧૨:૦૦ AM): પૂર્વમાં ઉગેલો ચંદ્ર જેમ-જેમ આકાશમાં ઉપર ચઢે છે, તેમ મધ્યરાત્રિના ૧૨ વાગ્યાની આસપાસ તે બરાબર માથાની ઉપર (Zenith- ખમધ્ય બિંદુની નજીક) પહોંચે છે.
• ચંદ્રનું ઉત્તરાયણ અને કૃતિકા નક્ષત્ર: કારતક મહિનાની પૂણિર્માએ ચંદ્ર સામાન્ય રીતે કૃતિકા નક્ષત્રમાં હોય છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રની કક્ષા (Orbit) ઉત્તર ગોળાર્ધ તરફ ઝુકેલી હોય છે, જેના કારણે તે ગુજરાતના અક્ષાંશ (વેરાવળ-સોમનાથ) પરથી પસાર થતી વખતે લગભગ ૯૦ ડિગ્રીના ખૂણે સીધો માથા પર આવે છે.
• પ્રાચીન વાસ્તુ અને ખગોળ ગણતરી:  સોમનાથ મંદિરનું નિર્માણ અને તેના શિખરની દિશા-ઊંચાઈની ગણતરી પ્રાચીન ભારતીય ખગોળશાસ્ત્રીઓ અને સ્થપતિઓએ એવી રીતે કરી હતી કે વર્ષમાં એકવાર (કાતિર્કી પૂણિર્માની મધ્યરાત્રિએ) ચંદ્ર, મંદિરનો ધ્વજદંડ, શિખર અને ગર્ભગૃહનું શિવલિંગ એક જ કાલ્પનિક સીધી રેખામાં (Alignment) આવે. આમ, આ ઘટના પ્રાચીન ભારતના ખગોળ વિજ્ઞાન અને સ્થાપત્ય કળાની ચોકસાઈનો જીવંત પુરાવો છે.