ગિરનારની લીલી પરીક્રમા પૂર્ણ : ભાવિકો વતનભણી રવાના

પ્રકૃતિનાં ખોળે ભજન, ભોજન અને ભક્તિનાં ત્રિવેણી સંગમ સમા મેળામાં લાખો શ્રધ્ધાળુઓએ ઈશ્વરની આરાધનાં કરી

ગિરનારની લીલી પરીક્રમા પૂર્ણ : ભાવિકો વતનભણી રવાના

જૂનાગઢ તા. ર૪
ગરવા ગિરનારની પાવનકારી ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા આજે સમાપન તરફ આગળ વધી રહી છે. દુર દુરથી આવેલા શ્રધ્ધાળુઓએ ઈશ્વરની આરાધના સાથે ભજન, ભોજન અને ભક્તિનાં ત્રિવેણી સંગમ સમા પુણ્યનું ભાથુ કમાઈ અને વતન ભણી રવાના થઈ રહયા છે.  દુર દુરથી આવેલા ભાવિકો પરીક્રમા પુર્ણ કરી અને વતનની રાહ પકડી છે. આજે પરીક્રમાનો છેલ્લો દિવસ હોય પરીક્રમા પુર્ણ કરી ભાવિકો પોત પોતાનાં વતન ભણી રવાના થઈ રહયા છે.
ગરવા ગિરનાર ક્ષેત્રની પાવનકારી ૩૬ કિલોમીટરની  લીલી પરીક્રમાનો કારતક સુદ અગીયારસનાં દિવસે શુક્રવારે  મધરાતે ૧ર વાગ્યે ભવનાથ ખાતે દુધેશ્વર મહાદેવ અને ઈન્દ્રભારતી બાપુ ગેટ પાસેથી  વિધીવત પ્રારંભ થયો હતો. સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ભગવાન દત્ત મહારાજનું શાસ્ત્રોકત પૂજન અને આરતી કરી શ્રધ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જાે કે ભાવિકોનાં ધસારાને ધ્યાને લઈ   શુક્રવારે વહેલી સવારથી જ ગેટ ખોલી દેવામાં આવતા પરીક્રમાનાં પ્રારંભ પુર્વે જ બે લાખ શ્રધ્ધાળુઓ જંગલમાં પ્રવેશી ચુકયા હતા. અને રાત સુધીમાં તો પરીક્રમાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો હતો. પ્રકૃતિના ખોળે યોજાતી આ પરીક્રમામાં જય ગિરનારીનાં નાદ સાથે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છવાયો હતો. પરીક્રમા રૂટ ઉપર ઠેર-ઠેર  અન્નક્ષેત્રોમાં હરીહરનો સાદ ગુંજી ઉઠયો હતો. દરમ્યાન ભવનાથ તળેટી અને ગિરનાર ક્ષેત્રમાં દર વર્ષે યોજાતી પરીક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે ભાવિકોની સુવિધા માટે અનેક વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને પરીક્રમાર્થીઓ ગિરનારજી મહારાજની પરીક્રમા શાંતીપુર્ણ રીતે સંપન્ન કરે છે. ગિરનાર પરીક્રમાનાં પાછલા વર્ષોની ભાવિકોની સંખ્યા ઉપર એક દ્રષ્ટીપાત કરીએ તો કોરોનાનાં સમયગાળા બાદ વર્ષ ર૦ર૩માં સૌથી વધોર ૧૬.રપ લાખ શ્રધ્ધાળુઓએ પરીક્રમા કરી હતી. જયારે વર્ષ ર૦ર૪માં ૭.૮૪ લાખ ભાવિકો નોંધાયા હતા. જયારે ગત વર્ષ ર૦રપમાં અતી ભારે વરસાદને કારણે પરીક્રમા રદ કરવાની ફરજ પડી હતી. જયારે ચાલુ વર્ષે અપુરતો વરસાદને કારણે પાણીની વિકટ પરિસ્થિતી વચ્ચે પણ નિયત સમયે ગિરનાર પરીક્રમા યોજવામાં આવી છે. ભાવિકો, શ્રધ્ધાળુઓને પીવાનાં પાણીની મુશ્કેલી ન પડે તે માટે પણ આગોતરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ગત તા.ર૦ નવેમ્બર શુક્રવારથી થયેલી ગિરનાર પરીક્રમાનો આજે છેલ્લો દિવસ છે. ચાર દિવસમાં લાખો  ભાવિકોએ પરીક્રમા પુર્ણ કરી છે અને પરીક્રમા રૂટ ઉપર રહેલા શ્રધ્ધાળુઓ પણ પરીક્રમાનાં અંતિમ પડાવ તરફ આગળ વધી રહયા છે.