બાબા રામદેવે ધીરેન્દ્ર શાસ્ત્રીને ધૂર્ત અને પાખંડી ગણાવતા નવો વિવાદ શરૂ થયો 

બાબા રામદેવે ધીરેન્દ્ર શાસ્ત્રીને ધૂર્ત અને પાખંડી ગણાવતા નવો વિવાદ શરૂ થયો 

(એજન્સી)         અયોધ્યા તા.ર૪
બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન શ્રીકૃષ્ણ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ગરમાવો વધ્યો છે, ત્યારે હવે આ વિવાદમાં યોગગુરુ બાબા રામદેવે પણ ઝંપલાવ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન રામદેવે બાબા બાગેશ્વર પર સીધું નિશાન સાધતા લાગી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમને ‘ધૂર્ત‘ અને ‘પાખંડી‘ ગણાવ્યા હતા, એટલું જ નહીં પરંતુ તેમની શૈલીની જાહેરમાં મજાક પણ ઉડાવી હતી.
બાબા રામદેવે આકરા શબ્દોમાં કહ્યું કે, "કેટલાક લોકોએ ના તો વેદ વાંચ્યા છે, ના ઉપનિષદ કે દર્શનશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. ના રામાયણ વાંચી છે, ના મહાભારત. તેઓ ના તો બંધારણને જાણે છે કે ના લોકતંત્રને. બસ મંચ પર ઊભા થઈને કંઈ પણ બકવાસ કરતા રહે છે અને દાવો કરે છે કે અમે સનાતન અને હિન્દુ ધર્મને બચાવીશું. આવા લોકો પાખંડી અને ધૂર્ત છે."