પૂનમ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા અને મિક્સ ફૂલોનો શણગાર અને વિવિધ પ્રકારની મીઠાઈઓનો અન્નકૂટ ધરાવાયો
(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૪
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી પૂનમ નિમિતે તા.૨૪-૧૧-૨૦૨૬ને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય શણગાર કરાયો હતો. મંદિરના ગર્ભગૃહમાં મોરની ભવ્ય અને કલાત્મક પ્રતિકૃતિઓ તથા સફેદ રંગના મિક્સ ફૂલોનો શણગાર કરાયો હતો. દાદાને રિયલ ડાયમંડનો મુકુટ,સોના-ચાંદીના વિશેષ આભૂષણો, દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને વિવિધ મીઠાઈઓનો ભવ્ય અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા એવં સવારે ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી.દર્શન,આરતી એવં મહાપ્રસાદનો અનેક ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. પૂનમ નિમિત્તે સાંજે ૫ કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન-અર્ચનનું આયોજન કરવામાં આવ્યું છે.
દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવશે, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી ૦૬:૩૦ કલાકે કરવામાં આવશે.


