ભારતની પહેલી બુલેટ ટ્રેનનું મે-ર૦ર૭માં ટ્રાયલ થશે
(એજન્સી) નવી દિલ્હી તા.૨૪:
ભારતની પહેલી બુલેટ ટ્રેન ૫૦૮ કિલોમીટરના મુંબઈ-અમદાવાદ રૂટના નાના ભાગ પર મે ૨૦૨૭ સુધીમાં ટ્રાયલ શરૂ કરી શકે છે, એમ એક ઉચ્ચ સરકારી અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. ગુજરાતમાં બિલીમોરા અને સુરત વચ્ચેનો આશરે ૫૦ કિલોમીટરનો ભાગ સંપૂર્ણપણે વીજળીકૃત થઈ ગયો છે, અને સિંગલીંગનું કામ પૂર્ણ થયા પછી ટ્રેક જાન્યુઆરી સુધીમાં પરીક્ષણ માટે તૈયાર થઈ જશે. તેમણે કહ્યું, આ ટ્રેન એપ્રિલ અથવા મે સુધીમાં પરીક્ષણ માટે ઉપલબ્ધ થશે. આ ટ્રેનો રાજ્યની માલિકીની ઉત્પાદક BEML દ્વારા બેંગલુરમાં તેના પ્લાન્ટમાં વિકસાવવામાં આવી રહી છે.સરકાર ઓગસ્ટ ૨૦૨૭ સુધીમાં હાઇ-સ્પીડ રેલ કોરિડોરને લીલી ઝંડી આપવાનું લક્ષ્ય રાખે છે.


