ચક્રવાત અકવાન આજે બપોરે આંધ્ર-ઓરીસ્સાના દરીયાકાંઠે ટકરાશે : ૧૩ જીલ્લામાં રેડએલર્ટ
(એજન્સી) વિશાખાપટ્ટનમ તા.૧૯
ચક્રવાતી વાવાઝોડું અકવાન અંદાજ કરતાં વહેલું આજે બપોર સુધીમાં આંધ્ર પ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. અગાઉ તે શુક્રવારે પહોંચવાની શક્યતા હતી. આ દરમિયાન ૯૦ થી ૧૧૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. બંગાળની ખાડીમાં સક્રિય ચક્રવાતને કારણે ઓડિશાના ૧૩ જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ સ્કૂલો અને આંગણવાડીઓ બંધ રહેશે. વાવાઝોડાની અસર ૧૦ રાજ્યો- તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ અને ઉત્તર પ્રદેશમાં રહી શકે છે.


