અખીલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવનું નિધન
(એજન્સી) લખનૌ તા.13
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આજે નિધન થયું છે. તેમની ઉંમર 38 વર્ષ હતી. સવારે 6 વાગ્યે તેમને લખનૌની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. સિવિલ હોસ્પિટલના CMS ડૉ. ડી.સી. પાંડેના જણાવ્યા અનુસાર, જ્યારે પ્રતીકને લાવવામાં આવ્યો ત્યારે તેનું હૃદય પણ બંધ થઈ ગયું હતું. પ્રતીકની પત્ની, અપર્ણા જે ભાજપ નેતા છે, હાલમાં આસામમાં છે. તે લખનૌ જવા રવાના થઈ ગયા છે.


