સોનિયા ગાંધીની તબીયત લથડી : હોસ્પિટલમાં દાખલ
(એજન્સી)નવી દિલ્હી, તા.13
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આજે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની નાની મેડિકલ પ્રોસિજર થવાની છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં તેમની સાથે જ જોવા મળ્યા હતા. અગાઉ ૨૪ માર્ચના રોજ પણ તાવ અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પહેલા માર્ચમાં પણ તેમની તબિયત લથડતા દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે તેમને કેટલાક દિવસો સુધી ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.


