ઉંચો ચાર્જ વસુલતી બેંકો પર આરબીઆઈ લગામ મુકશે
(એજન્સી) નવી દિલ્હી, તા.૨૦
બેન્કો દ્વારા વસુલવામાં આવતા જુદા જુદા ઉંચા સવિર્સ ચાર્જ પર આરબીઆઈ લગામ લગાવી શકે છે. આરબીઆઈ ઈચ્છે છે કે બેન્કો તરફથી વસુલવામાં આવતા સવિર્સ ચાર્જ ઘટાડવામાં આવે તેમાં ડેબિટકાર્ડ સાથે સંકળાયેલી ફી, મિનિમમ બેલેન્સ ન રાખવા પર દંડ અને લેટ પેમેન્ટ ફી સામેલ છે.
આ પગલાથી ગ્રાહકોને બેન્ક દ્વારા લગાવવામાં આવેલ ઉંચા ચાર્જથી રાહત મળી શકે છે. બેન્કોને હાલમાં જ આરબીઆઈ તરફથી આ સંદેશ આપવામા આવ્યો છે, જો કે આના પર આરબીઆઈ તરફથી અધિકૃત ટિપ્પણી નથી આવી.
નામ ન બતાવવાની શરતે જણાવવામાં આવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના અધિકારીઓએ હાલના સપ્તાહમાં બેન્કોને જણાવ્યું છે કે તે ડેબિટ કાર્ડ, ન્યુનતમ બેલેન્સનો ભંગ અને લેટ પેમેન્ટ સહિતના સવિર્સ ચાર્જમાં ઘટાડો ઈચ્છે છે. રિઝર્વ બેન્કે પગલું હાલના વર્ષોમાં ભારતની બેન્કો દ્વારા રિટેલ લોનમાં નવેસરથી વધારા બાદ લીધું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બેન્કોએ કોર્પોરેટ લોનની મુશ્કીલો બાદ રિટલ લોન પર વધુ ફોકસ કર્યું છે.


