કોંગ્રેસ બાદ AAPએ ચૂંટણી પંચ પર વોટ ચોરીના આરોપ લગાવ્યા
(એજન્સી) નવી દિલ્હી તા.૨૦
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) એ પણ ચૂંટણી પંચ પર વોટ ચોરીનો ગંભીર આરોપ લગાવ્યો છે. છછઁ નેતા સૌરભ ભારદ્વાજે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલના નવી દિલ્હી મતવિસ્તારમાં મોટા પાયે નામ ડિલિટ કરવામાં આવ્યા છે.
ભારદ્વાજે જણાવ્યું હતું કે ૨૦૨૦માં, નવી દિલ્હી મતવિસ્તારમાં ૧.૪૮ લાખ મતદારો હતા, જે ૨૦૨૫ માં ઘટીને ૧.૦૬ લાખ થઈ ગયા. મતદાર યાદીમાંથી આશરે ૪૨,૦૦૦ નામ ગુમ થઈ ગયા. ૫ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ, તત્કાલીન મુખ્યમંત્રી આતિશીએ તત્કાલીન મુખ્ય ચૂંટણી
કમિશનર રાજીવ કુમારને પત્ર લખીને આ અંગે ફરિયાદ કરી હતી.
છછઁ નેતાના જણાવ્યા મુજબ, આતિશીએ જણાવ્યું હતું કે ૨૯ ઓક્ટોબરથી ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪ દરમિયાન મત કાઢી નાખવા માટેની ૬,૧૬૬ અરજીઓ મળી હતી. તેમ છતાં, કમિશને કોઈ નક્કર કાર્યવાહી કરી નહીં. જ્યારે માહિતી અધિકાર દ્વારા માહિતી માંગવામાં આવી હતી, ત્યારે કમિશને તેને વ્યક્તિગત માહિતી ગણાવીને તે આપવાનો ઇનકાર કર્યો હતો.
જોકે, ચૂંટણી પંચે છછઁના આરોપોને ફગાવી દીધા છે. નવી દિલ્હી બેઠક પર અરવિંદ કેજરીવાલનો મુકાબલો ભાજપના ઉમેદવાર પરવેશ વર્મા સામે હતો, જેમણે પૂર્વ મુખ્યમંત્રીને લગભગ ૩૬,૦૦૦ મતોથી હરાવ્યા હતા.


