ન્યુજર્સીમાં ઈન્ડિયન જ્વેલરી સ્ટોરમાં ૧ મિલીયન ડોલરના દાગીનાની લૂંટ
(એજન્સી) ન્યૂજર્સી તા.૧૨:
ન્યૂજર્સીના વુડબ્રિજમાં આવેલા ઈન્ડિયન જ્વેલરી સ્ટોરમાંથી ધોળા દિવસે એક મિલિયન ડોલરના દાગીના અને ડાયમંડ જ્વેલરીની લૂંટ કરવામાં આવી છે.આ ઘટનામાં વુડબ્રિજમાં આવેલા નવલખા જ્વેલર્સ નામના સ્ટોરને લૂંટારાની એક ગેંગ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. સ્ટોરમાં ઘૂસી ગયેલી ગેંગે શોપની બહાર જ ગાડી પાર્ક કરી હથોડાથી બેફામ તોડફોડ કરીને જે કંઈ હાથમાં આવ્યું તે બધુંય લૂંટી લીધું હતું. માત્ર ૪૫ સેકન્ડ જેટલા સમયમાં જ આ ગેંગ આખોય સ્ટોર સાફ કરીને નીકળી ગઈ હતી.


