આજે નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરાશે : ટ્રમ્પને મળશે કે નહીં ?

નોબલ પ્રાઈઝના દાવેદારોમાં ઈમરાન ખાન, ઈલોન મસ્ક, અનવર ઈબ્રાહીમ, પોપ ફ્રાન્સીસ સહિત કુલ ૩૩૮ નોમીની

આજે નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરાશે : ટ્રમ્પને મળશે કે નહીં ?

(એજન્સી)           ઓસ્લો તા.૧૦
નોર્વેની રાજધાની ઓસ્લોમાં આજે નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષે, ૨૪૪ વ્યક્તિઓ અને ૯૪ સંસ્થાઓ સહિત ૩૩૮ નોમિની છે. જેમાંથી, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી વધુ ચર્ચામાં રહેલા ઉમેદવાર છે. ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે તેઓ આ પુરસ્કારને પાત્ર છે કારણ કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ સહિત ૭ યુદ્ધો અટકાવ્યા છે.
જોકે, નિષ્ણાતો કહે છે કે તેમની જીતની શક્યતા ઓછી છે. અન્ય નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેમાં ભૂતપૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન, ટેસ્લાના ઝ્રઈર્ં ઈલોન મસ્ક, મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ અને પોપ ફ્રાન્સિસ (જેમનું એપ્રિલમાં અવસાન થયું)નો સમાવેશ થાય છે.  વિજેતાને ૧૧ મિલિયન સ્વીડિશ ક્રોનર (રૂા.૧૦.૩ કરોડ), એક સુવર્ણ ચંદ્રક અને પ્રમાણપત્ર મળશે. જો એક કરતાં વધુ વિજેતા જીતે છે, તો ઈનામની રકમ તેમની વચ્ચે વહેંચવામાં આવે છે. પુરસ્કારો ૧૦ ડિસેમ્બરે ઓસ્લોમાં રજૂ કરવામાં આવશે.  પાકિસ્તાન અને ઇઝરાયલ જેવા કટ્ટર હરીફોએ પણ ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે ટ્રમ્પે ભારત સાથે યુદ્ધવિરામમાં ભૂમિકા ભજવી હતી. આ દરમિયાન, ઇઝરાયલે ઇરાન સાથેના યુદ્ધમાં યુદ્ધવિરામ માટે ટ્રમ્પને નામાંકિત કર્યા છે.