અફઘાનિસ્તાનના પાટનગર કાબુલ પર પાકિસ્તાને હવાઈ હુમલો કર્યો
(એજન્સી) કાબુલ, તા.૧૦
અફઘાનીસ્તાનની તાલીબાની સરકારના વિદેશમંત્રી અમીરખાન મુતાકી ભારતના ઐતિહાસિક પ્રવાસે આવ્યા
છે તેવા સમયે જ પાકિસ્તાને જ અફઘાનના પાટનગર કાબુલમાં એરસ્ટ્રાઈક કરતા ખળભળાટ
મચી ગયો છે. બન્ને દેશો વચ્ચે તંગદીલી વકરવાના એંધાણ છે. એરસ્ટ્રાઈકમાં કાબુલ બોંબ ધડાકાઓથી ધણધણી
ઉઠયુ હતું. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, પાકિસ્તાન વાયુસેના દ્વારા કથિત હવાઈ હુમલાને કારણે વિસ્ફોટ થયા હતા. પાકિસ્તાની ચેનલોએ દાવો કર્યો હતો કે, હુમલાઓ તહરીક-એ-
તાલિબાન પાકિસ્તાન (્ઁ) ઠેકાણાઓને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતા.


