ઈલેકટ્રીક ટૂ-વ્હીલર પર સબસીડીની મુદ્દત માર્ચ-૨૦ર૮ સુધી લંબાવાઈ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
ઇંધણના બદલે ઇલેક્ટ્રીક વાહનો વધારવા પર સરકારનું ફોક્સ છે જ્યારે ઇલેક્ટ્રીક સ્કુટર પર અપાતી સબસીડી હવે માર્ચ ૨૦૨૮ સુધી લંબાવી દેવામાં આવી છે. પીએમ ઇ-ડ્રાઇવ સ્કીમ હેઠળ ઇલેક્ટ્રીક સ્કુટર દીઠ રૂા.૫૦૦૦૦ની સબસીડી ચાલુ રાખવામાં આવશે. કેન્દ્ર સરકારે તેનું નોટિફીકેશન જારી કર્યું છે. કેન્દ્ર સરકારના સૂત્રોએ કહ્યું કે, પીએમ-ઇ ડ્રાઇવ સ્કીમ માટે ૧૧૯૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી જ હતી. હવે તેમાં વધારાના ૧૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.


