દેશભરમાં જમીન માલિકીનો રેકોર્ડ ડીજીટલ બનશે

દેશભરમાં જમીન માલિકીનો રેકોર્ડ ડીજીટલ બનશે
MEDIA NAME

(એજન્સી)   નવી દિલ્હી તા.૧૭ :
દેશમાં જમીનના તમામ દસ્તાવેજોનું ડિજીટલાઈઝેશન કરીને એક ઈલેકટ્રોનીક ડેટાબેઈઝ મારફત લેન્ડ રેકોર્ડ તૈયાર કરવામાં આવશે. જેમાં જમીનના માલીક તેનો રેકોર્ડ તથા નકશા સહિતનું ક્ષેત્રફળ દર્શાવાશે અને શહેરી તથા ગ્રામીણ જમીનને આવરી લેતાઆ કાર્યના આધારે ભવિષ્યમાં જે તે જમીનના જે કંઈ વેચાણ-ગીરોખત વિગેરે વ્યવહારો થશે તે સ્પષ્ટરૂપે ઓનલાઈન અપડેટ થશે અને તે સંબંધીત નિહાળી શકશે.
માન્ય રેકોર્ડ પણ મેળવી શકશે. આ માહિતીથી રીયલ-ટાઈમ જમીન રેકોર્ડ જોવા મળી શકશે જેના કારણે હાલ જે કંઈ જમીન સંબંધીત વ્યવહારોમાં ગેરરીતિ કે વિવાદ થાય છે તેને પણ ટાળી શકાશે. આ રેકોર્ડ કિપીંગ માટે એક ખાસ ઓથોરિટી પણ ઉભી કરવામાં આવશે.