આગામી બજેટમાં નાણામંત્રી રૂા.પ૦ લાખ સુધી કમાનારને મોટી રાહત આપશે
(એજન્સી) નવી દિલ્હી તા.૧૨:
આગામી વર્ષે તા.૧ ફેબ્રુઆરીના રજુ થનારા કેન્દ્રીય બજેટની તૈયારી નાણા મંત્રાલયમાં શરૂ થઈ ગઈ છે અને હવે કેન્દ્ર સરકાર નવા ટેક્ષ રીજીમ જેમાં તમામ કરમુક્તિનો અંત લાવવામાં આવ્યો છે તેને આગળ વધારી રહી છે. મોદી ૩.૦નું આ બજેટનું મહત્વ ટેરીફ કરારની જે કોઈ ફળભુતી આપશે તેનો પણ પડઘો પાડશે. પણ સૂત્રોના જણાવ્યા મુજબ નવા ટેક્ષ રીજીમમાં વ્યક્તિગત કરવેરામાં જેમાં ર્વાષિક રૂા.૧૨.૭૫ લાખની આવક કરમુક્ત છે તેમાં ટેક્ષ સ્લેબમાં મોટા ફેરફાર કરશે. વિવિધ ઉદ્યોગ અને વ્યાપાર સંગઠનોએ હવે જયારે રૂા.૧૨.૭૫ લાખ સુધીની આવક કરમુક્ત હશે તે નિશ્ચિત કર્યુ છે તે સમયે વ્યક્તિગત કર સ્લેબમાં મોટા ફેરફાર હાલ રૂા.૨૪ લાખથી વધુની આવક ધરાવનાર પર ૩૦ ટકા જે સ્લેબ છે તેને હવે રૂા.૫૦ લાખ સુધી લઈ જશે.
આમ રૂા.૫૦ લાખથી વધુ કમાનારા માટે ૩૦ ટકા ટેક્ષ પરંતુ રૂા.૩૦ લાખ સુધી કમાનાર માટે ૨૦ ટકા ટેકસ રહેશે.


