બીગબોસ-૧૯ની ગ્રાન્ડ ફિનાલે સાથે ૧૦૬ દિવસની સીઝન સમાપ્ત : ગૌરવ ખન્ના વિનર - ફરહાના ભટ્ટ રનર અપ

બીગબોસ-૧૯ની ગ્રાન્ડ ફિનાલે સાથે ૧૦૬ દિવસની સીઝન સમાપ્ત : ગૌરવ ખન્ના વિનર - ફરહાના ભટ્ટ રનર અપ

(એજન્સી)           મુંબઈ,તા.૦૮:
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન દ્વારા હોસ્ટેડ કરાયેલા 
સૌથી લોકપ્રિય અને સૌથી વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસને તેની ૧૯મી સીઝનનો 
વિનર મળી ગયો છે. ટીવી 
સુપરસ્ટાર ગૌરવ ખન્નાએ તાન્યા મિત્તલ, પ્રણિત મોરે અને અમાલ મલિક જેવા મજબૂત 
કન્ટેસ્ટેન્ટને હરાવીને બિગ બોસ-૧૯ ટ્રોફી જીતી છે. ગૌરવની જીત સાથે બિગ બોસ ૧૯ની સફર પૂર્ણ થઈ ગઈ છે. શોની રનર-અપ ફરહાના ભટ્ટ હતી.નોંધનીય છે કે ગયા વર્ષે બિગ બોસ ૧૮ ના વિનર કરણવીર મેહરાને શો જીતવા બદલ રૂ.૫૦ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું. મુનાવર ફારૂકીને પણ ૧૭મી સીઝનમાં રૂ.૫૦ 
લાખ મળ્યા હતા. આ વખતે, બિગ બોસ જીતવા બદલ ગૌરવ ખન્નાને રૂ.૫૦ લાખ મળ્યા.
ટીવીના સુપરસ્ટાર ગૌરવ ખન્ના, સિગર અમાલ મલિક, એક્ટ્રેસ અને પીસ એક્ટિવિસ્ટ ફરહાના ભટ્ટ, સ્ટેન્ડઅપ કોમેડિયન પ્રણિત મોરે અને ઇન્ફલુએન્સર તાન્યા મિત્તલ ટોપ ૫ાંચ કન્ટેસ્ટન્ટમાં સામેલ હતા. આ તમામે બાકીના ૧૩ કન્ટેસ્ટન્ટને પાછળ છોડીને ટોપ ૫ાંચમાં પોતાની જગ્યા બનાવી હતી.
૧૦૫ દિવસથી ચાલી રહેલા આ શોને ગૌરવ ખન્ના અંત સુધી રહ્યો હતો. બિગ બોસ ૧૯નું ગ્રાન્ડ ફિનાલે ખૂબ ધમાકેદાર રહ્યું હતું. સલમાને ગૌરવ ખન્નાનું નામ જાહેર કરતા કહ્યું કે જે શો જીતે છે તે જ જીતે છે. બાકી બધા ૧, ૨, ૩ રહી જતા હોય છે. ટોપ-૨ કન્ટેસ્ટન્ટમાં ફરહાના પણ હતી અને તેઓ ઘરની લાઈટ બંધ કરીને સલમાન ખાનને મળ્યા ત્યારે ઘણા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા.