થાઈલેન્ડ-કમ્બોડીયા વચ્ચે ફરી યુધ્ધની સ્થિતિ : યુધ્ધ વિરામનું ઉલ્લંઘન

બંને દેશોની સરહદ પર આવેલું પ્રાચીન શિવમંદિર વિવાદનું મુખ્ય કારણ : થાઈલેન્ડે કમ્બોડીયા પર એર સ્ટ્રાઈક કરી

થાઈલેન્ડ-કમ્બોડીયા વચ્ચે ફરી યુધ્ધની સ્થિતિ : યુધ્ધ વિરામનું ઉલ્લંઘન

(એજન્સી)          બેંગકોક તા.૦૮
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ફરી એકવાર હિંસા ભડકી ઊઠી છે. આજે સવારે થાઈલેન્ડે કંબોડિયાના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી. થાઈલેન્ડનું કહેવું છે કે તેણે માત્ર સૈન્ય ઠેકાણાઓ પર જ એરસ્ટ્રાઈક કરી છે.
આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે માત્ર બે મહિના પહેલાં બંને દેશો વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં શાંતિ કરાર થયો હતો. હવે તે કરાર તૂટતો દેખાઈ રહ્યો છે.
થાઈ સેનાનો દાવો છે કે કંબોડિયાએ પહેલા તેમની સરહદ પર હુમલો કર્યો હતો, જેમાં એક થાઈ સૈનિકનું મોત થયું હતું અને બે ઘાયલ થયા હતા.
થાઈલેન્ડ મુજબ, કંબોડિયા ઘણા દિવસોથી સરહદ પર ભારે હથિયારો જમા કરી રહ્યું હતું અને પોતાની સેનાને નવી જગ્યાઓ પર તહેનાત કરી રહ્યું હતું. આ જ કારણે તેમને હવાઈ હુમલો કરવો પડ્યો.
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે લાંબા સમયથી સરહદ પર આવેલા એક પ્રાચીન શિવ મંદિર પ્રીહ વિહિયર (પ્રિય વિહાર) ને લઈને વિવાદ છે. આ મંદિર કંબોડિયાની સરહદમાં છે, પરંતુ આસપાસની જમીન પર બંને દેશો પોતાનો અધિકાર જણાવે છે.