ઈરાની હુમલામાં પ૬૦ અમેરીકન સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો
(એજન્સી) તહેરાન,તા.૨:
ઈરાને યુએસ એરબેઝ અને ઇઝરાયલ પર બદલો લેવાના હુમલાઓ તીવ્ર બનાવ્યા છે. ઇઝરાયલ અને અમેરિકા પણ સતત ઈરાન પર હુમલો કરી રહ્યા છે. દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ (ૈંઇય્ઝ્ર) એ બોલ્ડ દાવો કર્યો છે. ૈંઇય્ઝ્ર એ અહેવાલ આપ્યો છે કે ઈરાની હુમલામાં અત્યાર સુધીમાં ૫૬૦ અમેરિકન સૈનિકો માર્યા ગયા અથવા ઘાયલ થયા છે. વધુમાં, અબ્રાહમ લિકન પર ચાર બેલિસ્ટિક મિસાઇલો છોડવામાં આવી છે, જેનાથી અમેરિકાને નોંધપાત્ર નુકસાન થયું છે.
જોકે, આ દાવાની હજુ સુધી સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, અને સત્તાવાર યુએસ પ્રતિભાવ કે આંકડા હજુ સુધી જાહેર થયા નથી. યુએસએ ફક્ત ત્રણ અમેરિકન સૈનિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.


