જી-ર૦ સમીટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી દ.આફ્રિકા જવા રવાના : ટ્રમ્પે બહિષ્કાર કર્યો
(એજન્સી) નવી દિલ્હી તા.૨૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દક્ષિણ આફ્રિકાના ત્રણ દિવસના પ્રવાસ માટે રવાના થયા છે. મોદી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં દક્ષિણ આફ્રિકા પહોંચે તેવી અપેક્ષા છે. તેઓ જોહાનિસબર્ગમાં ૨૦મા ય્૨૦ સમિટમાં ભાગ લેશે.
આ વર્ષની ય્૨૦ બેઠકનું આયોજન દક્ષિણ આફ્રિકા કરી રહ્યું છે. ઁસ્ મોદી ૨૧ થી ૨૩ નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકામાં રહેશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન ત્રણ મુખ્ય સત્રોમાં ભાષણ આપશે. સમિટ દરમિયાન, ઁસ્ મોદી અનેક દેશોના નેતાઓ સાથે વ્યક્તિગત મુલાકાત કરશે. તેઓ ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (ૈંમ્જીછ) દેશોની બેઠકમાં પણ હાજરી આપશે.
૨૦૧૬માં દ્વિપક્ષીય મુલાકાત અને ૨૦૧૮ અને ૨૦૨૩માં બે બ્રિક્સ સમિટ બાદ, મોદીની દક્ષિણ આફ્રિકાની આ ચોથી સત્તાવાર મુલાકાત છે.
આ દરમિયાન, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ય્૨૦ સમિટનો બહિષ્કાર કર્યો છે. અમેરિકાથી એક પણ અધિકારી હાજરી આપી રહ્યા નથી.
જતા પહેલા, મોદીએ એક નિવેદન આપીને કહ્યું, "હું દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં ૨૧-૨૩ નવેમ્બર દરમિયાન ૨૦મા ય્૨૦ સમિટમાં ભાગ લેવા માટે પ્રવાસ કરી રહ્યો છું. આ મુલાકાત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર
થઈ રહી છે." મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ સમિટ
ખાસ રહેશે કારણ કે તે
આફ્રિકામાં યોજાનારી પ્રથમ
ય્૨૦ સમિટ હશે. ૨૦૨૩માં ભારતના ય્૨૦ની અધ્યક્ષતા દરમિયાન, આફ્રિકન યુનિયન ય્૨૦નું સભ્ય બન્યું હતું.


