કોલકતાથી બાંગ્લાદેશ સુધી ભૂકંપના આંચકા નોંધાયા : તિવ્રતા પ.ર
(એજન્સી) કોલકાતા તા.ર૧
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે ૧૦.૧૦ વાગ્યે આવેલા આ ભૂકંપનો આંચકો સમગ્ર બંગાળ અને ઢાકા સુધી અનુભવાયો હતો. બંગાળના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. અહેવાલો અનુસાર, શુક્રવારે સવારે બાંગ્લાદેશમાં ભૂકંપ આવ્યો, જે તુંગીથી આશરે ૨૭ કિલોમીટર પૂર્વમાં હતો. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (ઈસ્જીઝ્ર) અનુસાર, ભૂકંપ પછી ઘણા વિસ્તારોમાંથી હળવા આંચકા નોંધાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૨ હતી. અત્યાર સુધી કોઈ નુકસાનના સમાચાર નથી.


