જામનગર રીફાઈનરી માટે રિલાયન્સે રશિયન ક્રુડ તેલની ખરીદી બંધ કરી

જામનગર રીફાઈનરી માટે રિલાયન્સે રશિયન ક્રુડ તેલની ખરીદી બંધ કરી

(એજન્સી)   નવી દિલ્હી તા.૨૧ :
અમેરિકા દ્વારા યુક્રેન યુદ્ધના સંદર્ભમાં રશિયાને ભીસમાં મુકવા તેના ક્રુડતેલ વ્યાપારને ઠપ્પ કરવા જે વ્યાપક પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે તેના ટાર્ગેટમાં ભારત જે રશિયા પાસેથી તેની આવશ્યકતાના ૪૦ ટકા જેવું ક્રુડ ખરીદે છે તે પણ છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફમાં તે મોટો મુદો છે તે વચ્ચે દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ઓઈલ રીફાઈનરી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ તેના જામનગરની રીફાઈનરી માટે રશિયન ક્રુડતેલ ખરીદી બંધ કરવાની સતાવાર જાહેરાત કરી છે.કંપનીએ એક નિવેદનમાં જાહેર કર્યુ છે કે તા.૨૦ નવેમ્બરથી તેણે રશિયન 
ક્રુડતેલ ખરીદી બંધ કરી છે તે 
રસપ્રદ છે કે તા.૨૧થી અમેરિકાએ ભારતમાં સક્રિય રોસનેફટ (નાયરા) સહિત રશિયાની બે ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધો અમલી બનાવ્યા છે તેના કલાકો પુર્વે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીએ પોતે રશિયન ક્રુડતેલ ખરીદી બંધ કરી હોવાની જાહેરાત કરી હતી.
ભારતનું ૭૦% ઓઈલ આ બે રશિયન કંપની મારફત ખરીદાય છે અને રિલાયન્સ તેનો જામનગર રીફાઈનરી માટે રોજના ૫ાંચ લાખ બેરલ ખરીદી છે.