અમેરીકામાં શટડાઉનનો ખતરો : સરકારી કામકાજ ઠપ્પ થઈ જવાની ભીતી

અમેરીકામાં શટડાઉનનો ખતરો : સરકારી કામકાજ ઠપ્પ થઈ જવાની ભીતી

(એજન્સી)    વોશિંગ્ટન, તા. ૩૧: 
અમેરિકામાં ફેડરલ એજન્સીઓ આંશિક ‘ગવર્મેન્ટ શટડાઉન‘ (સરકારી કામકાજ બંધ) ની તૈયારી કરી રહી છે, ત્યારે બીજી તરફ સેનેટે એક મહત્વપૂર્ણ ખર્ચ પેકેજ પસાર કરીને સોમવાર સુધીમાં આ નાણાકીય કટોકટી ઉકેલવાની દિશામાં પગલું માંડ્યું છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રેમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે હોમલેન્ડ સિક્યુરિટી (ડ્ઢૐજી)ના ફંડિંગ અંગે થયેલા સમાધાન બાદ આ બિલ હવે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં મોકલવામાં આવશે.
શુક્રવાર મધ્યરાત્રિએ ફંડ પૂરું થતાની સાથે જ શટડાઉન પ્રક્રિયા શરૂ કરવા ર્ંસ્મ્ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જોકે, ટેક્સ ફાઇલિંગ સીઝનને ધ્યાનમાં રાખીને ૈંઇજી એ જાહેરાત કરી છે કે 
તેના તમામ કર્મચારીઓ ૭ ફેબ્રુઆરી સુધી રજા (હ્લેઙ્મિર્ેખ્તર) વગર કામ ચાલુ રાખશે. ૈંઇજી તેના આધુનિકીકરણ અને કાર્યબળ માટે ‘ઇન્ફ્લેશન રિડક્શન એક્ટ‘ ના ફંડનો ઉપયોગ કરશે.