ફટાકડા બજારમાં મંદીનો માહોલ : વેપારીઓ ચિંતામાં
નવી દિલ્હી,તા.૭:
દિવાળીના તહેવારની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે અને ચારેય તરફ દિવાળી પર્વને લઇ ખરીદીઓ કરવામાં આવી રહી છે, જોકે, દિવાળી ટાણે ફટાકડા બજારમાં ખરીદી માહોલ બરોબરનો જોવા મળી રહ્યો નથી. દર વર્ષે દિવાળીના આગલા દિવસોમાં ફટાકડાની દુકાનો અને હોલસેલ બજારોમાં ગ્રાહકોની ભારે પડાપડી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ કંઈક અલગ જ છે. બજારમાં ગ્રાહકોની પાંખી ભીડ જોવા મળી રહી છે, જેના કારણે વેપારીઓ ચિંતામાં મુકાયા છે.


