વડાપ્રધાન અને તેમની માતાનો કોંગ્રેસે અપલોડ કરેલો AI વિડીયો સોશ્યલ મિડીયા પરથી હટાવવાનો પટના હાઈકોર્ટનો આદેશ

વડાપ્રધાન અને તેમની માતાનો કોંગ્રેસે અપલોડ કરેલો AI વિડીયો સોશ્યલ મિડીયા પરથી હટાવવાનો પટના હાઈકોર્ટનો આદેશ
NDTV

(એજન્સી)             પટના તા.૧૭
તાજેતરમાં કોંગ્રેસે તેના સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર વડાપ્રધાન મોદી અને તેમની માતા હિરાબાનો એક AI વિડીયો અપલોડ કર્યો હતો. જેને લઈને ભારે વિવાદ અને ચર્ચા જાગી હતી. ત્યારબાદ આ મામલો પટના હાઈકોર્ટ સુધી પહોંચતા આજે પટના હાઈકોર્ટે કોંગ્રેસ પક્ષને આદેશ કરતા એવું જણાવ્યું છે કે, કથિત વિડીયો સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પરથી હટાવી લેવામાં આવે. આમ AI વિડીયોના મામલે પટના હાઈકોર્ટના આદેશથી હવે આ ઘટનાક્રમ પર પૂર્ણવિરામ મુકાઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે.