તહેવારો સમયે જ ચેકના ક્લિયરીંગમાં ભારે મુશ્કેલી : કરોડોના વ્યવહારો અટકયા
(એજન્સી) નવી દિલ્હી તા.૧૧:
દિવાળી ટાણે જ ચેક ક્લિયરિગની મુશ્કેલીના પગલે કરોડો રૂપિયાના વ્યવહારો અટવાયા છે.
જેના પગલે બજારમાં નાણાંભીડ
જોવા મળી રહી હોવાની ફરિયાદ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. રિઝર્વ બેંક દ્વારા અમલી બનાવવામાં આવેલી નવી ચેક ક્લિયિરંગ સિસ્ટમમાં દાવો એવો કરાયો હતોકે, ચેક રજૂ કરનાર ખાતેદારના ખાતામાં ચાર કલાકમાં જ નાણાં જમા આવી જશે. જોકે આ ઘણા કિસ્સામાં પોકળ
સાબિત થયા છે. કર્મચારીઓ ખાતેદારોને જણાવી રહ્યા છેકે,
સિસ્ટમ જ કાર્ય કરતી નથી, કોઈ ડેટા દેખાતા નથી આથી કોઈ જ જવાબ ખાતેદારોને આપી શકાતો નથી.


