બંધારણની તાકાતે એક સામાન્ય વ્યક્તિને વડાપ્રધાન પદ અપાવ્યું : નરેન્દ્ર મોદી
આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી
(એજન્સી)નવી દિલ્હી તા.૨૬:
ભારત આજે બંધારણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આ ખાસ પ્રસંગે વડાપ્રધાન મોદીએ નાગરિકોને પત્ર લખ્યો છે. પ્રધાનમંત્રીએ નાગરિકોને તેમની બંધારણીય ફરજો પૂર્ણ કરવા વિનંતી કરી હતી, કારણ કે આ એક મજબૂત લોકશાહીનો પાયો છે.આ પત્રમાં, પીએમએ મતદાનના અધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને મજબૂત બનાવવાની જવાબદારી પર વધુ ભાર મૂકયો હતો. વડાપ્રધાને બંધારણ દિવસ નિમિત્તે તેમની રાજકીય સફરનું વર્ણન કર્યું. તેમણે કહ્યું કે જો હું ગરીબ પરિવારમાંથી દેશનો વડા પ્રધાન બન્યો છું, તો તે
ફકત બંધારણને કારણે જ શકય બન્યું છે.


